________________
પ્રશ્નોત્તરી
૧૪
દેવલોકમાં રહેલા દેવોની પહાથની, સાતમા, આઠમાદેવલોકમાં રહેલાદેવની ચાર હાથની, ૯, ૧૦, ૧૧, ૧૨, આ ચાર દેવલોકમાં રહેલા દેવોની ત્રણ હાથની, નવરૈવેયકમાં રહેલા દેવોની ૨ હાથની અને પાંચ અનુત્તરમાં રહેલા દેવોની અવગાહના ૧ હાથની છે. ગમ્મતિરિ સહસ જોયણ, વણસઈ અહિયજોયણ સહર્સ,
નર તેઈદિ તિગાઉ, બેઈદિય જોયણે બાર ભાવાર્થ:ગર્ભજતિર્યંચોની શરીરની ઉંચાઈએકહજારયોજન છે. વનસ્પતિકાયની હજાર યોજનથી કંઈક અધિકછે. મનુષ્ય અને તે ઇન્દ્રિય જીવોની ૩ગાઉની ઉંચાઈ હોય છે. અને બેઈન્દ્રિય જીવોની શરીરની ઉંચાઈ બાર યોજનની છે. . ૭. પ્રશ્ન ૯૦. ગર્ભજ તિર્યંચોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ ગર્ભજ તિર્યંચોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. (ગર્ભજ માછલાં વગેરેની) પ્રશ્ન ૯૧. વનસ્પતિકાયના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ વનસ્પતિકાયના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનથી કંઈક અધિક છે. પ્રશ્ન ૯૨. વનસ્પતિકાયની અવગાહના કઈ રીતે જાણવી? ઉત્તરઃ હજાર યોજન ઉડા જળાશયોમાં જે કમળો ઉત્પન્ન થાય છે તે કમળોની ઉંચાઈની અપેક્ષાએ આ વનસ્પતિકાયની અવગાહના જાણવી. પ્રશ્ન-૩. મનુષ્યના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ મનુષ્યોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની છે. પ્રશ્ન ૯૪. તેઈન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ ઇન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની છે. પ્રશ્ન૫. બેઈન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ બેઈન્દ્રિય જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના બાર યોજનની છે.
જોયણ-મેગે ચઉરિદિ, દેહમુચ્ચત્તર્ણ સુએ ભણિબં, વેહવિય-દેહ પુણ, અંગુલ - સખસ-મારંભે ૮.