________________
૧૩
દંડક
પ્રશ્ન ૮૩. તૈજસ અને કાર્મણ શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તર : ચોવીશે ચોવીશ દંડકોને આ બન્ને શરીરો છે. પ્રશ્ન ૮૪. ચોવીશે દંડકવાળા જીવોનાં શરીરની જધન્ય અવગાહના કેટલી છે? ઉત્તરઃ ચોવીશે દંડકવાળા જીવોનાં શરીરની અવગાહના જધન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. પ્રશ્ન ૮૫. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, આ ચારેય દંડકવાળા જીવોની શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તર : આ ચારેય દંડકવાળા જીવોના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે.
સલૅસિંપિ જેહના, સાહાવિય અંગુલસ્સ અસંખંસો.
ઉક્કોસ પણસયણું, નેરઈયા સાહત્ય સુરા ૬ ભાવાર્થ સઘળાયદંડકોમાં સ્વાભાવિક શરીરની જધન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. નારકીઓની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ધનુષ્યની છે, અને દેવતાઓની ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની છે.. ૬. પ્રશ્ન ૮૬. નારકીના દંડકમાં ઉત્કૃષ્ટ શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ નારકીના દંડકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પાંચસો ધનુષ્ય છે. પ્રશ્ન ૮૭. કેટલા હાથનો એક ધનુષ્ય થાય છે? ઉત્તરઃ ચાર હાથનો એક ધનુષ્ય થાય છે. પ્રશ્ન ૮૮. દેવતાના તેર દંડકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તરઃ ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષ અને વૈમાનિક આ દેવતાના ૧૩
દંડકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની છે. આ અવગાહના વૈમાનિકના પહેલા-બીજા દેવલોક સુધીની જાણવી. પ્રશ્ન ૮૯. વૈમાનિક ત્રીજા દેવલોકથી માંડી બાકીના દેવલોકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી છે? ઉત્તર વૈમાનિકના ઉપરનાદેવલોકમાં શરીરની ઉત્કૃષ્ટ અવગાહના આ પ્રમાણે છે - ત્રીજા, ચોથા દેવલોકમાં રહેલા દેવોની છ હાથની, પાંચમા, છઠ્ઠા