________________
પ્રશ્નોત્તરી
૧૨
જયોતિષ, વૈમાનિક, અસુરકુમારાદિ-૧૦ પ્રશ્ન ૭૬. ઔદારિક, તેજસ અને કાર્પણ આ ત્રણ જ શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તરઃ ઉપરના ત્રણ જ શરીર જેને છે તેવા દંડકો સાત છે. તે આ પ્રમાણે :- (૧) પૃથ્વીકાય (૨) અપકાય. (૩) તેઉકાય, (૪) વનસ્પતિકાય, (૫) બેઈન્દ્રિય, (૬) તે ઇન્દ્રિય (૭) ચઉરિન્દ્રિય. પ્રશ્ન ૭૭. વૈક્રિય, તૈજસ, અને કાર્મા આ ત્રણ જ શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તર : ઉપરના ત્રણ શરીર જેને છે તેવા દંડકો ચૌદ છે. તે આ પ્રમાણે :નારકીનો-૧, દેવતાના-૧૩ (ભવનપતિના-૧૦, વ્યંતર, જયોતિષી અને વૈમાનિક). પ્રશ્ન ૭૮. ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કાર્મણ. આ ચાર શરીર જેને છે. તેવા દંડકો કેટલા છે? ઉત્તરઃ આ ચાર શરીર જેને છે તેવા દંડકો ત્રણ છે. તે આ પ્રમાણેઃ- (૧) તિર્યંચ પંચેન્દ્રિય, (૨) મનુષ્ય અને (૩) વાયુકાય. પ્રશ્ન ૭૯. ઔદારિક, આહારક, તૈજસ અને કાર્પણ આ ચાર શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તરઃ આ ચાર શરીર જેને છે તેવો એકદંડક છે. તે આ પ્રમાણે :- (૧) મનુષ્ય. પ્રશ્ન ૮૦. ઔદારિક શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તરઃ ઔદારિક શરીર જેને છે તેવા દંડકો ૧૦ છે.તે આ પ્રમાણે :પૃથ્વીકાયાદિ ૫, બેઇન્દ્રિય આદિ ૩, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય. પ્રશ્ન ૮૧. વૈક્રિય શરીર જેને છે તેવા દંડકો કેટલા છે? ઉત્તરઃ વૈક્રિય શરીર જેને છે તેવા દંડકો ૧૭ છે. તે આ પ્રમાણે -નારકીનો ૧, દેવતાના ૧૩, (ભવનપતિ ૧૦, વ્યંતર, જયોતિષ, વૈમાનિક) ગર્ભજ તિર્યંચ, મનુષ્ય અને વાયુકાય. પ્રશ્ર ૮૨. આહારક શરીર જેને છે તેવા દંડક કેટલા છે? ઉત્તરઃ આહારક શરીર જેને છે તેવો મનુષ્યનો એક દંડક છે.