________________
દંડક
દ્રષ્ટિ જેને પેદા થઈ હોય તે દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા સમ્યગુ દ્રષ્ટિ જીવોને જ હોય છે. પ્રશ્ન ૨૯. ગતિદ્વાર કોને કહેવાય છે? ઉત્તર:ક્યા દંડકવાળો જીવ મરણ પામીને ક્યા ક્યા દંડકમાં ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરવો તે ગતિદ્વાર કહેવાય છે. પ્રશ્ન ૭૦. આગતિદ્વાર કોને કહેવાય છે? ઉત્તરઃ ક્યા દંડકમાં ક્યા ક્યા દંડકવાળા જીવો આવીને ઉત્પન્ન થાય છે તેનો વિચાર કરવો તે આગતિદ્વાર કહેવાય છે. પ્રશ્ન ૭૧. વેદકેટલા પ્રકારના છે ક્યા ક્યા? ઉત્તરઃ વેદત્રણ પ્રકારના છેઃ- (૧) સ્ત્રીવેદ, (૨) પુરૂષવેદ, (૩) નપુંસકવેદ. આ ચોવીશ દ્વારોને ક્રમસર ચોવીશે દંડકોમાં ઉતારવાના છે. તેનું વર્ણન શરૂ થાય છે. - ચઉ ગર્ભ-તિરિય-વાઉસ, મઆણે પંચસેસતિસવીરા ' થાવરચઉગે દુહઓ,અંગુલ અસંખ ભાગ તણ પા , ભાવાર્થઃ ગર્ભજતિર્યંચ અને વાયુકાયને ચાર શરીર, મનુષ્યોને પાંચ શરીર અને બાકીના દંડકને ત્રણ શરીર છે. ચાર સ્થાવરને જય અને ઉત્કૃષ્ટબંને પ્રકારની શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. પI " પ્રશ્ન ૭૨. ચાર શરીર કેટલા દંડકમાં છે? ક્યા ક્યા? ઉત્તરઃ ચાર શરીર બે દંડકમાં છે. તે આ પ્રમાણે :- (૧) તિર્યંચ પંચેન્દ્રિય, (૨) વાયુકાય. પ્રશ્ન ૭૩. ચાર શરીર ક્યા ક્યા છે? ઉત્તરઃ ઔદારિક, વૈક્રિય, તૈજસ અને કામણ. પ્રશ્ન ૩૪. પાંચેય શરીર કેટલા દંડકોમાં છે? ઉત્તરઃ પાંચેય શરીર એક મનુષ્યના દંડકમાં છે. પ્રશ્ન ૭૫. ત્રણ શરીર કેટલા દંડકમાં છે? ઉત્તરઃ ત્રણ શરીર એકવીસ દંડકમાં છે. તે આ પ્રમાણે :-પૃથ્વીકાય, અપાય, તેઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારકી, વ્યંતર,