________________
પ્રશ્નોત્તરી
કરવો તે ચ્યવન દ્વારા કહેવાય છે. પ્રશ્નઃ ૬૨. સ્થિતિ કોને કહેવાય છે? ઉત્તરઃ ચોવીશદંડકમાં રહેલાજીવોની સ્થિતિ (આયુષ્ય) કેટલી છે. તેનો વિચાર કરવો તે સ્થિતિદ્વાર કહેવાય છે. પ્રશ્ન ૬૩. પર્યાપ્તિ કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્તિઓ છ પ્રકારની છે તે આ પ્રમાણે :- (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ (૫) ભાષા પર્યાપ્તિ (૯) મનઃ પર્યાપ્તિ. પ્રશ્ન ૬૪. કિસાહારદ્વાર કોને કહેવાય છે? ઉત્તરઃ ચૌદ રાજલોકમાં રહેલા જીવો કેટલી કેટલી દિશાઓમાંથી આહાર કરે છે. તેનું વર્ણન કરવું તે કિમાધારદ્વાર કહેવાય છે. એટલે કે ત્રણ દિશિનો આહાર કેટલા દંડકવાળા જીવો કરે છે? ચાર દિશિનો આહાર કેટલા દંડકવાળા જીવો કરે છે? પાંચ દિશિનો આહાર કેટલા દંડકવાળા જીવો કરે છે? છ દિશિનો આહાર કેટલા દંડકવાળા જીવો કરે છે? તેનો વિચાર કરવો તે કિકાહારદ્વાર કહેવાય છે. પ્રશ્ન ૬૫. સંજ્ઞાઓ કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તર સંજ્ઞાઓ ત્રણ પ્રકારની છે.તે આ પ્રમાણે - (૧) હેતુવાદોપદેશિકી સંજ્ઞા (૨) દીર્ધકાલિકી સંજ્ઞા (૩) દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા. પ્રશ્ન ૬૬. હેત વાદોપદેશિકી સંજ્ઞા કોને કહેવાય છે? ઉત્તરઃ જેમાં ભૂત અને ભાવિના વિચાર રહિત વર્તમાનકાળનું જે જ્ઞાન હોય છે તે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય છે. પ્રશ્ન ૬૭. દીર્ધકાલિકી સંજ્ઞા કોને કહેવાય છે?. ઉત્તરઃ જેમાં જીવ ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળનું જ્ઞાન એટલે કે વિચાર કરી શકે તે દીર્ધકાલિકી સંજ્ઞા કહેવાય છે. પ્રશ્ન ૬૮. દ્રષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કોને કહેવાય છે? ઉત્તરઃ સાચાને સાચું જાણે અને ખોટાને ખોટું જાણે એવી જે આત્માના વિકાસરૂપ