________________
દંડક
(૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (પ)કેવલજ્ઞાન પ્રશ્ન: ૫૫. અજ્ઞાન કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તરઃ અજ્ઞાન ત્રણ પ્રકારે તે આ પ્રમાણે :- (૧) મતિઅજ્ઞાન (ર) શ્રતઅજ્ઞાન (૩)વિભંગણાન. પ્રશ્ન: પદ, યોગ કેટલા પ્રકારના છે? કયા કયા? ઉત્તરઃ યોગ પંદર પ્રકારના છે તે આ પ્રમાણે - ચાર મનના યોગ આ પ્રમાણે છેઃ- (૧) સત્ય મનોયોગ, (૨) અસત્ય મનોયોગ, (૩) સત્યાસત્ય મનોયોગ, (૪) અસત્યાસત્ય મનોયોગ. ચાર વચનના યોગ આ પ્રમાણે છે :- (૧) સત્ય વચનયોગ, (૨) અસત્ય વચનયોગ, (૩) સત્યાસત્યવચનયોગ, (૪) અસત્યાસત્યવચનયોગ. કાયાના સાત યોગ આ પ્રમાણે છે:- (૧) દારિક કાયયોગ, (૨) ઔદારિકમિશ્ર કાયયોગ, (૩) વૈક્રિય કાયયોગ, (૪) વૈક્રિયમિશ્ર કાયયોગ, (૫) આહારક કાયયોગ, (૬) આહારકમિશ્ર કાયયોગ, (૭) કાર્પણ કાયયોગ. પ્રશ્ન: ૫૭. ઉપયોગ કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તરઃ ઉપયોગ બે પ્રકારના છે તે આ પ્રમાણે - (૧) સાકાર ઉપયોગ (૨) નિરાકાર ઉપયોગ.. પ્રશ્નઃ ૫૮. સાકાર ઉપયોગ કોને કહેવાય છે? અને તે કેટલા પ્રકારે છે? ઉત્તરઃ કોઈપણ ચીજનું જ્ઞાન વિશેષ કરીને કરવું અર્થાત્ વિશેષ કરીને જણાય છે. તે સાકાર ઉપયોગ કહેવાય છે. તે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનરૂપ આઠ પ્રકારનો કહેવાય છે. પ્રશ્ન:૫૯. નિરાકાર ઉપયોગ કોને કહેવાય છે? તે કેટલા પ્રકારનો છે? ઉત્તરઃ કોઈપણ ચીજનું જ્ઞાન કરતાં પહેલાં સામાન્યથી જેજણાય છે. તે નિરાકાર ઉપયોગ કહેવાય છે. તે દર્શનના ચાર ભેદ વાળ ચાર પ્રકારે છે. પ્રશ્નઃ ૬૦. ઉપપાત કોને કહેવાય છે? ઉત્તર: એક સમયમાં અથવા અનેક સમયમાં કયા દંડકમાં કેટલા જીવો ઉત્પન થાય તેનો વિચાર કરવો તે ઉપપાત કહેવાય છે. પ્રશ્ન: ૬૧. ચ્યવન કોને કહેવાય છે? ઉત્તરઃ કયા દંડકમાંથી જીવ એક સમયમાં કેટલા મરણ પામે છે તેનો વિચાર