________________
પ્રશ્નોત્તરી
બરફના કરા, લીલી વનસ્પતિ ઉપરનું પાણી, ઘણોદધિ ઇત્યાદિ અપકાયના જીવો કહેલા છે. આ પII પ્રશ્ન ૪૭. અપકાય જીવો કેટલા પ્રકારના છે. ક્યા ક્યા? ઉત્તર :અપકાય જીવો બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અપકાય જીવો. (૨) બાદર અપકાય જીવો. પ્રશ્ન ૪૮. સૂક્ષ્મ અપકાય જીવો કેટલા પ્રકારના છે. ક્યા ક્યા? ઉત્તરઃ સૂક્ષ્મ અપકાય જીવો બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અપયૉપ્તા અપકાય (૨) સૂક્ષ્મ પયૉપ્તા અપકાય પ્રશ્ન ૪૯.બાદર અપકાય જીવો કેટલા પ્રકારના છે. ક્યા ક્યા? ઉત્તરઃ બાદર અપકાય જીવો બે પ્રકારે છે. (૧) બાદર અપયૉપ્તા અપકાય (૨) બાદર પયૉપ્તા અપકાય પ્રશ્ન ૫૦. એક બાદર પર્યાપ્તા અપકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા અપકાય જીવો કેટલા હોય છે.? ઉત્તર: એક બાદર પર્યાપ્તા અપકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા અપકાય જીવો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે પ્રશ્ન ૫૧.પાણીનાં એક બિંદુમાં કેટલા જીવો છે? ઉત્તરઃ પાણીનાં એકઝીણામાં ઝીણા ટીપામાં અરિહંત ભગવંતોએ અસંખ્યાતા બાદર પર્યાપ્તા જીવો કહેલા છે. પ્રશ્ન પ૨. અપકાય જીવો કયા કયા છે? ઉત્તર:અપકાયજીવો શાસ્ત્રમાં અનેક પ્રકારના કહેલા છે. જેમ કે ભૂમિમાં રહેલું પાણી, આકાશમાં રહેલું પાણી, ઝાકળ, હિમ, લીલી વનસ્પતિ ઉપર રહેલું પાણી,ધુમ્મસ,ઘનોદધિ વગેરે અનેક પ્રકારનાં જીવો જગતમાં હોય છે. પાંચે રસવાળા સર્વે પ્રકારનાં પાણીનો સમાવેશ થાય છે. પ્રશ્ન પ૩.અપકાયના જીવો એક બિંદુમાં જેટલા હોય છે. તે સ્કૂલ બુધ્ધિથી શી રીતે સમજવા? ઉત્તરઃ પાણીના બિંદુમાં રહેલા એકએક બાદર પર્યાપ્તાજીવનું શરીર સરસવના