________________
જીવવિચાર
ઉત્તર બાદર જીવો એટલે સ્કૂલ સૂક્ષ્મ જીવોનાં શરીર કરતાં આ જીવોનું શરીર સ્થૂલ હોય છે. તેથી અસંખ્યાતા અથવા અનંતા જીવો ભેગા થયેલા હોય તે ચર્મચક્ષુથી જોઈ શકાય છે તથા એક શરીર જે જીવને મળેલ હોય, તેવા જીવોને પણ જોઈ શકાય તથા આ બાદર જીવો છેદ્યા છેદાય, માર્યા મરે, બાળ્યા બળે અને ભેયા ભેદાય એવા હોય તે બાદર જીવો કહેવાય. પ્રશ્ન ૪૩. એક બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા જીવો કેટલા હોય છે? ઉત્તર : બાદર પર્યાપ્તા પૃથ્વીકાય સાથે બાદર અપર્યાપ્તા પૃથ્વીકાયનાં જીવો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. પ્રશ્ન ૪૪. બાદર પૃથ્વીકાય જીવો કેટલા ભેગા થાય તો જોઈ શકાય છે? ઉત્તર બાદર પૃથ્વીકાયના અસંખ્યાતા જીવો ભેગા થાય ત્યારે જ ચર્મચક્ષુથી જોઈ શકાય છે. બાકી જોઈ શકાતા નથી. પ્રશ્ન ૪૫. પીલુ કે જુવારના દાણા જેટલા કે તેથી નાનો પૃથ્વીકાયનો કણ લઈ એ તો તેમાં કેટલાં જીવો છે? ઉત્તર:પીલ કે જુવારના દાણા જેટલા પૃથ્વીકાયના કણમાં અથવા એથી નાના - કણમાં અસંખ્યાતા બાદર પર્યાપ્તા પૃથ્વીકાયના જીવો છે. પ્રશ્ન ૪૬. પૃથ્વીકાયના જીવો જુવારના દાણા જેટલામાં જે રહેલા હોય તે સ્થૂળ દષ્ટિથી શી રીતે સમજવા? ઉત્તર પૃથ્વીકાયના જીવો જુવારના દાણા જેટલા ભાગમાં અથવા તેથી ઓછા ભાગમાં જે રહેલા હોય છે તેમાંથી એકએકજીવનું શરીર પારેવા (કબુતર) જેટલું કરવામાં આવે તો એક લાખ યોજન જેવા જંબૂદ્વીપમાં સમાવી શકાતા નથી એટલા હોય છે.
અપકાય જીવોનું વર્ણન - ભોયંતરિખ મુદગં ઓસા હિમ કર હરિતણુમહિયાા
હુંતિ ઘણોદહિમાઈ ભેયાણેગા ય આઉસ્સા પIL. ભાવાર્થ ભૂમિ ઉપર રહેલું પાણી, આકાશમાં રહેલું પાણી, ઝાકળ, હિમ,