________________
પ્રશ્નોત્તરી
અમુક પર્યાપ્તિઓને પૂર્ણ કરે અને અમુક પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્તા જીવો કહેવાય છે. તેનો પાઠ આ પ્રમાણે છે.
તત્ર યે અપર્યાપ્તકા એવ સન્તો પ્રિયન્ત તે લખિ અપર્યાપ્તકાઃા. પ્રશ્ન ૩૬. કરણ અપર્યાપ્તા જીવો કોને કહેવાય છે? ઉત્તર જે જીવોને જેટલી પર્યાપ્તિઓ આગળ કહેવાના છે તે પર્યાપ્તિઓને હજી સુધી પૂર્ણ કરી નથી પરંતુ અવશ્યમેવ પૂર્ણ કરશે. તેને કરણ અપર્યાપ્તા કહેવાય છે. તેનો પાઠ આ પ્રમાણે છે.
યે પુનઃ કરણાનિ શરીરેન્દ્રિયાદિની ન તાવનું નિર્વતૈયન્તિા
અથ ચ અવશ્ય નિર્વતૈયક્તિ તે કરણ અપર્યાપ્તકા છે. પ્રશ્ન ૩૭. પર્યાપ્તાનાં કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ પર્યાપ્તાના બે ભેદો છે.(૧) લબ્ધિ પર્યાપ્તા (૨)કરણ પર્યાપ્તા જીવો. પ્રશ્ન ૩૮. લબ્ધિ પર્યાપ્તા કોને કહેવાય છે? ઉત્તર જે જીવોને જેટલી પર્યાપ્તિઓ હોય છે તે જયારે પૂર્ણ કરીને મરે ત્યારે લબ્ધિ પર્યાપ્તા જીવો કહેવાય છે. પ્રશ્ન ૩૯. કરણ પર્યાપ્તા જીવો કોને કહેવાય છે? ઉત્તર જે જીવોને જેટલી પર્યાપ્તિઓ હોય છે તે જ્યારે પૂર્ણ કરે ત્યારે કરણ પર્યાપ્તા જીવો કહેવાય છે. પ્રશ્ન ૪૦. પર્યાપ્તિ એટલે શું? ઉત્તર:પર્યાપ્તિએટલે શક્તિ જે જીવોદ્રવ્યપ્રાણોનો ત્યાગ કરીને બીજીકોઈ પણ જગ્યાએ ઉત્પન્ન થાય છે. ત્યાં જીવવા માટેની સામગ્રી એટલે શકિત ઉત્પન્ન કરવી તેને પર્યાપ્તિ કહેવાય છે. પ્રશ્ન ૪૧. સૂક્ષ્મ જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ અસંખ્યાતા અથવા અનંતા જીવો ભેગા થયેલા હોય તો પણ તે ચર્મચક્ષુથી જોઈ શકતા નથી. કોઈના ભેદ્યા ભેદાય નહીં અને છેદ્યા છેદાય નહીં અને બાળ્યા બળે નહીં તે સૂક્ષ્મ જીવો કહેવાય છે. પ્રશ્ન ૪૨. બાદર જીવો કોને કહેવાય છે?