________________
સંસ્થાન, (૬) હંડક સંસ્થાન. પ્રશ્ન : ૪૧. કષાય કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર કષાય ચાર પ્રકારે છે. ક્રોધ, માન, માયા, લોભ. પ્રશ્નઃ ૪૨. વેશ્યા કેટલા પ્રકારે છે? કઈ કઈ? ઉત્તરઃલેશ્યાછ પ્રકારે છે તે આ પ્રમાણે છે:- (૧) કૃષ્ણલેશ્યા, (ર) નીલલેશ્યા, (૩) કાપોત વેશ્યા, (૪) તેજો વેશ્યા, (૫) પાલેશ્યા, (૬) શુકલ લેશ્યા. પ્રશ્નઃ ૪૩. ઇન્દ્રિયો કેટલા પ્રકારની છે? કઈ કઈ? ઉત્તર : ઇન્દ્રિયો પાંચ પ્રકારની છે તે આ પ્રમાણે છેઃ- (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય. (૩) પ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોતેંદ્રિય. પ્રશ્ન: ૪૪. સમુદ્યાત કોને કહેવાય? ઉત્તર :સમુદ્ધાત એટલે બળાત્કારે એકાએક આત્મપ્રદેશો શરીરની બહાર નીકળી પડે ત્યારે વધારે જુના કર્મોની ઉદીરણા કરીને નાશ કરવાનો પ્રયત્ન જેમાં થાય તે સમુદ્દાત કહેવાય છે. સમ એટલે એકી સાથે. ઉત્ એટલે જોરથી (પ્રબળતાથી) ઘાત એટલે કર્મોનો નાશ જેમાં થાય તે સમુદ્દાત કહેવાય છે. પ્રશ્નઃ ૪૫/૧. સમુદ્ધાત કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર સમુદ્યાત બે પ્રકારે છે. જીવ સમુદ્દાત , અજીવસમુદ્યાત પ્રશ્ન: ૪૫/૨. જીવ સમુદ્દાત કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તરઃ જીવ સમુદ્રઘાત સાત પ્રકારે છે. તે આ પ્રમાણે છેઃ- (૧) વેદના સમુદ્દાત (૨) કષાયસમુદ્ધાત, (૩) મરણ સમુદ્ધાત, (૪) વૈક્રિયસમુદૂધાત (૫) તૈજસ સમુદ્રઘાત, (૬) આહારક સમુદ્ધાત, (૭) કેવલી સમુદ્યાત પ્રશ્નઃ ૪૬. વેદના સમુઘાત કોને કહેવાય છે? ઉત્તર:જોરદારઅશાતા વેદનીયકર્મના ઉદયવડેવ્યાકુળ થયેલો આત્માઆત્મપ્રદેશને બહાર કાઢીને શરીરના પોલાણ ભાગોને પુરે છે. તે વખતે જીવના ઘણા અશાતા વંદનીય કર્મના પુદ્ગલો નાશ પામે છે તે વેદના સમુદ્ધાત કહેવાય છે. પ્રશ્ન:૪૭. કષાય સમુદ્યાત કોને કહેવાય છે? ઉત્તરઃ પ્રબળ કપાયના ઉદય વડે જીવ એટલો વ્યાકુળ થઈ જાય છે. તેને લઈને આત્માનો દંડ કરે છે. અને તે કારણથી શરીરમાં રહેલા આત્મપ્રદેશો શરીરની