________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન ૩૩. સંજ્ઞા કેટલા પ્રકારની છે? ઉત્તર : સંજ્ઞા ૮ પ્રકારની છે, છ પ્રકારની, દશ પ્રકારની અથવા સોળ પ્રકારની પણ કહેલી છે. પ્રશ્નઃ ૩૪. ચાર પ્રકારની સંજ્ઞા કઈ કઈ છે? ઉત્તરઃ ચાર પ્રકારની સંજ્ઞા આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, અને પરિગ્રહ સંજ્ઞા, એમ ચાર પ્રકારની છે. પ્રશ્ન: ૩૫. છ પ્રકારની સંજ્ઞા કઈ કઈ છે? ઉત્તર: છ પ્રકારની સંજ્ઞા આ પ્રમાણે છે:- (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા, (૫) ઓઘ સંજ્ઞા, (૬) લોક સંજ્ઞા. પ્રશ્નઃ ૩૬. દશ પ્રકારની સંજ્ઞા કઈ કઈ છે? ઉત્તરઃ ઉપર પ્રમાણે છ સંરા તથા ક્રોઘ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા અને લોભ સંજ્ઞા સાથે ગણતા દશ સંજ્ઞાઓ થાય છે. પ્રશ્ન:૩૭. સોળ પ્રકારની સંજ્ઞા કઈ કઈ છે? ઉત્તર ઉપર પ્રમાણેની દશ પ્રકારની સંજ્ઞા તથા (૧૧) મોહ સંજ્ઞા, (૧૨) ધર્મ સંજ્ઞા, (૧૩) સુખ સંજ્ઞા, (૧૪) દુઃખ સંજ્ઞા, (૧૫) જુગુપ્સા સંજ્ઞા, (૧૬) શોક સંજ્ઞા સાથે ગણતા સોળ સંજ્ઞાઓ થાય છે. પ્રશ્નઃ ૩૮. ધ સંજ્ઞા કોને કહેવાય? ઉત્તરઃ પૂર્વ ભવના જે સંસ્કાર સાથે આવે છે તે સંસ્કારને ઓધ સંજ્ઞા કહેવાય છે. જેમ વેલડીઓ સપાટ જમીનને છોડીને ભીંત ઉપર વૃક્ષ ઉપર,વંડા ઉપર ચઢે છે તે તથા જન્મતાની સાથેજબાળક સ્તનપાન કરે છેતે, ઈત્યાદિ ધ સંજ્ઞા કહેવાય છે. પ્રશ્નઃ ૩૯. લોક સંજ્ઞા કોને કહેવાય છે? ઉત્તર લોક વ્યવહારને અનુસરવાની જવૃત્તિ લોકસંજ્ઞા કહેવાય છે. જેમ કર્ણ કાનમાંથી થયો. અગસ્ત ઋષી સમુદ્ર પી ગયા ઈત્યાદિલૌકિક કલ્પનાઓને લોક સંજ્ઞા કહેવાય છે. પ્રશ્નઃ ૪૦. સંસ્થાન કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તરઃ સંસ્થાન છ પ્રકારે છે તે આ પ્રમાણે છે :- (૧) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨) ન્યગ્રોધ સંસ્થાન, (૩) સાદિ સંસ્થાન, (૪) જ સંસ્થાન, (૫) વામન