________________
દંડક
પ્રશર, ચોવીશ દંડકમાં કેટલા કારોનું વર્ણન કરવાનું છે? કયા કયા? ઉત્તરઃ ચોવીસ દંડકમાં ચોવીશ દ્વારોનું વર્ણન કરવાનું છે. તે ચોવીશ દ્વારોના નામ આ પ્રમાણે છે. (૧) શરીર, (૨) અવગાહના, (૩) સંઘયણ, (૪) સંશા, (૫) સંસ્થાન, (૬) કપાય, (૭) વેશ્યા, (૮) ઈન્દ્રિય, (૯) બે સમુદ્યાત, (૧૦) દષ્ટિ, (૧૧) દર્શન, (૧૨) જ્ઞાન, (૧૩) અજ્ઞાન, (૧૪) યોગ, (૧૫) ઉપયોગ, (૧૬) ઉ૫પાત, (૧૭) અવન, (૧૮) સ્થિતિ, (૧૯) પર્યાપ્તિ, (૨૦) કિકાહાર, (૨૧) સંશિ, (૨૨) ગતિ, (૨૩) આગતિ, (૨૪) વેદ. આ ચોવીસતારોનું વર્ણન કરાશે. પ્રશ્નઃ ૨૭. શરીર કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર: શરીર પાંચ પ્રકારે છે:- (૧) દારિક શરીર, (૨) વૈક્રિય શરીર, (૩) આહારક શરીર, (૪) તૈજસ શરીર, (૫) કામણ શરીર. પ્રશ્ન: ૨૮. અવગાહના કોને કહેવાય છે.? ઉત્તર શરીરની નાનામાં નાની તથા મોટામાં મોટી જે ઊંચાઈનું માપ તે અવગાહના કહેવાય છે. પ્રશ્ન: ર૯. કેટલા શરીરને અવગાહના હોય છે? ઉત્તરઃ ઔદારિક વૈક્રિય અને આહારક આ ત્રણ શરીરને જધન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના હોય છે. પ્રશ્નઃ ૩૦. સંઘયણ કોને કહેવાય? ઉત્તરઃ હાડકાનો બાંધો એટલે કે શરીરમાં હાડકાની જે મજબુતાઈ તે સંઘયણ કહેવાય છે. પ્રશ્નઃ ૩૧. સંધયણ કેટલા પ્રકારે છે? કયા કયા? ઉત્તર : સંઘયણ છ પ્રકારે છે :- (૧) વજઋષભનારા સંઘયણ, (૨) ઋષભનારા સંઘયણ, (૩) નારા સંઘયણ, (૪) અર્ધનારા સંઘયણ, (૫) કિલિકા સંધયણ, (૬) છેવટ્ટ સંઘયણ અથવા સેવાર્ય સંઘયણ. આ જ પ્રકારે સંઘયણ છે: પ્રશ્ન ૩ર.સંજ્ઞા કોને કહેવાય છે? ઉત્તરઃ સંજ્ઞા એટલે અભિલાષ જીવની ચેતના જેના વડે જાણી શકાય તે સંજ્ઞા કહેવાય છે.