________________
૩
દંડક
પણ તે રીતે જ કહેવાય છે. માટે અહીંયા પણ તે રીતે જ સંખ્યા રાખેલ છે. પ્રશ્ન:૧૦.ચોવીશ દંડકોમાં નરક ગતિરૂપે કેટલા દંડકો છે?ક્યા ક્યા? ઉત્તર : ચોવીશ દંડકોમાંથી સાત નારકીરૂપે નારકીનો એક જ દંડક ગણાય છે. પ્રશ્ન: ૧૧. ચોવીશ દંડકોમાં તિર્યંચ ગતિરૂપે કેટલા દેડકો છે? કયા કયા? ઉત્તર: ચોવીશ દંડકોમાં તિર્યંચ ગતિરૂપે નવ દંડક છે. તે આ પ્રમાણે :- (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વાઉકાય, (૫) વનસ્પતિકાય, (૬) બેઈન્દ્રિય, (૭) તે ઇન્દ્રિય, (૮) ચઉરિન્દ્રિય અને (૯) ગર્ભજ તિર્યંચો. પ્રશ્ન: ૧૨. ચોવીશે દંડકરૂપે મનુષ્ય ગતિમાં કેટલા દંડકો ગણાય છે? ક્યા ક્યા? ઉત્તરઃ ચોવીશ દંડકોમાં મનુષ્ય ગતિ રૂપે એકજ દંડકછે ગર્ભજ મનુષ્યનાં દંડક. પ્રશ્ન: ૧૩. ચોવીશ દંડકોમાં દેવ ગતિરૂપે કેટલા દંડક છે? ઉત્તરઃ ચોવીશ દંડકોમાં દેવ ગતિરૂપે તેર દંડકો છે. તે આ પ્રમાણે-૧થી ૧૦અસુરકુમારાદિભવપતિનાદશદંડક (૧૧) વ્યંતર, (૧૨) જ્યોતિષી અને (૧૩) વૈમાનિકો. પ્રશ્નઃ ૧૪. એકેન્દ્રિયપણે કેટલા દંડકો છે? ક્યા ક્યા? ઉત્તર-એકેન્દ્રિયપણે પાંચ દંડકો છેઃ- (૧) પૃથ્વીકાય, (૨) અપકાય, (૩) તેઉકાય, (૪) વાઉકાય, (૫) વનસ્પતિકાય. પ્રશ્ન:૧૫. બેઇન્દ્રિયપણાએ કેટલા દંડકો છે? ક્યા ક્યા? ઉત્તરઃ બે ઇન્દ્રિયપણાએ એકજ દંડક છે - બેઇન્દ્રિયપણાનો. પ્રશ્ન:૧૬. તે ઇન્દ્રિયપણાએ કેટલા દંડકો છે? ઉત્તરઃ ઇન્દ્રિયપણાએ એકજ દંડક છે. તે ઇન્દ્રિયપણાનો. પ્રશ્નઃ ૧૭.ચઉરિક્રિયપણાએ કેટલા દંડકો છે? ઉત્તરઃ ચઉરિદ્રિયપણાએ એક ચઉરિજિયનો દંડક છે પ્રશ્નઃ ૧૮ પંચેન્દ્રિયપણાએ કેટલા દંડક છે? ક્યા ક્યા? ઉત્તર: પંચેન્દ્રિયપણાએ ૧૬ દંડકો છે તે આ પ્રમાણે - ૧ થી ૧૦ અસુર કુમારો િદશ દંડક, (૧૧) વ્યંતર, (૧૨)
જ્યોતિષી, (૧૩) વૈમાનિક (૧૪) નારકી, (૧૫) ગર્ભજ તિર્યંચ અને (૧૬) ગર્ભજ મનુષ્ય.