________________
પ્રશ્નોત્તરી
પ્રશ્ન: ૬ મંગલાચરણમાં ચોવીસ તીર્થંકર ભગવંતોને નમસ્કાર શા માટે કર્યો છે? ઉત્તરઃ અહીયા આ ગ્રંથમાં ચોવીશ તીર્થકર ભગવંતોને નમસ્કાર કરવાનું એ પ્રયોજન લાગે છે કે આ પ્રસ્તુત ગ્રંથમાં ચોવીશ દંડક કહેલા છે તે ચોવીશ દંડકોમાં ચોવીશદ્વારોનું વર્ણન કરવું છે તે કારણથી ચોવીશે તિર્થકરોને નમસ્કાર કર્યો હોય એમ લાગે છે. અથવા ચોવીશ તીર્થકરોને નમસ્કાર કરવાનું પ્રયોજન જણાય છે? પ્રશ્નઃ ૭. દંડક પદનો અર્થ શું થાય છે? ઉત્તરઃ મુખ્ય અને અતિ મહત્વના વારંવાર ઉપયોગમાં આવતા આગમના સૂત્રપાઠો દંડક અને તેમાંના જેવાક્યો તે પદો એટલે દંડક પદો કહેવાય છે. અથવા
વાતો ગીત નું સ એટલે કે અનંત જ્ઞાનાદિમય એવા જે પદો તે દંડક પદો કહેવાય છે અર્થાત્ આત્મા જ કારણથી સંસારમાં દંડાય છે તે દંડક કહેવાય છે.
નેરઈઆ અસુરાઈ, પુઢવાઈ-બેઈદિયાદઓ ચેવા. ગભય-તિરિયનમણુસ્સા, જંતર જોઈ સિય વેમાણી રા ભાવાર્થ નારકો, અસુરકુમારો વગેરે ૧૦, પૃથ્વીકાય વગેરે પાંચ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, ગર્ભજ તિર્યંચ, ગર્ભજ મનુષ્યો વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક એ રીતે ચોવીશે દંડકો કહેવાય છે.રા પ્રશઃ ૮. દંડક કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર ઃ દંડકો ચોવીશ પ્રકારના છે. તે આ પ્રમાણે :-(૧) નારકી, (૨) અસુરકુમાર, (૩) નાગકુમાર, (૪) સુવર્ણકુમાર, (૫) વિદ્યુતકુમાર, (૬) અગ્નિકુમાર, (૭) દ્વિપકુમાર, (૮) ઉદષિકુમાર, (૯)દિશિકુમાર, (૧૦) પવનકુમાર, (૧૧) સ્વનિતકુમાર, (૧૨) પૃથ્વીકાય, (૧૩) અપકાય, (૧૪) તેઉકાય, (૧૫) વાયુકાય, (૧૬) વનસ્પતિકાય, (૧૭) બેઈન્દ્રિય, (૧૮) તે ઈન્દ્રિય, (૧૯) ચઉરિન્દ્રિય, (૨૦)ગર્ભજ તિર્યચ,(૨૧)ગર્ભજ મનુષ્ય,(ર)અંતર,(૨૩)જયોતિષ, (૨૪)વૈમાનિક પ્રશ્ન:૯. દશ ભવનપતિના દશ દંડક અને નારકી વ્યંતર,જયોતિષી,વૈમાનિક વગેરેના એક એક દંડક શા માટે ગણાય છે? ઉત્તરઃ આગામોમાં પણ પૂર્વ પુરૂષોએ એ રીતે વિવલા કરેલ હોવાથી અહીંયા