________________
દંડક
દંડક પ્રશ્નોતરી
નમિઉ ચઉવીસ જિણે, તસુત્ત-વિયાર-લેસ-દેસણઓ દડંગ-પએહિં તેચ્ચિય, થોસામિ સુણેહ ભો ભવ્યાઃ ॥૧॥ ભાવાર્થ : ચોવીસ તીર્થંકર ભગવતોને નમસ્કાર કરીને દંડક પદો દ્વારા તેઓનાં સુત્રોમાંના વિચારના લેશ ભાગને બતાવતો બતાવતો તેઓની જ હું સ્તુતિ કરીશ, તો હે ભવ્ય જીવો તમે સાંભળો. ।।૧।।
પ્રશ્ન : ૧. આ ગાથામાં મંગલાચરણ પદો ક્યા કયા છે?
ઉત્તર : આ ગાથામાં મંગલાચરણના પહેલાં પદો છે. નમિ ચર્ચાવીસ જિણે અર્થાત્ ચોવીસે તિર્થંકર ભગવંતોને (જિનેશ્વરોને) નમસ્કાર કરીને, એ મંગલાચરણ પદોનો અર્થ છે.
પ્રશ્ન : ૨ આ ગાથામાં વિષય શું બતાવ્યો છે?
ઉત્તર ઃ દંડક પદો ઉપર જિનેશ્વર ભગવંતના આગમોમાં બતાવેલો જે વિચાર છે તે ટૂંકમાં અહીં જણાવવાનો છે, તે વિષય છે.
પ્રશ્ન ઃ ૩. સંબંધ કઈ રીતે જાણવો?
ઉત્તર: આ દંડક પદો ઉપર વિચાર કહેવાશે તે પોતાની મતિ કલ્પનાથી કહેવાનો નથી પરંતુ જિનેશ્વર ભગવંતોના આગમોમાં જે રીતે કહેલા છે તે રીતે કહીશ એના ઉપરથી સંબંધ જણાય છે.
પ્રશ્ન ઃ ૪. આ ગ્રંથ બનાવનાનું શું પ્રયોજન છે?
ઉત્તર ઃ આ ગ્રંથને ભવ્ય જીવો સાંભળે, સાંભળીને જાણે અને જે રીતે સંસારમાં વિટંબનાભોગવી છે તે વિટંબનાથીછૂટવાનું મન થાય અને મુક્તિની ઈચ્છા જાગે અને તે માટેનો પુરૂશાર્થ કરીને મુક્તિને પરંપરાએ સાધે તે આ ગ્રંથ બનાવવાનું પ્રયોજન છે.
પ્રશ્ન ઃ ૫. સામાન્યથી પ્રયોજનો કેટલા પ્રકારના છે?
ઉત્તર : સામાન્યથી પ્રયોજનો અહીંયા ત્રણ પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે (૧) સંક્ષેપમાં પદાર્થનો બોધ કરાવવોતે,(૨) પદાર્થનો બોધ કરાવ્યા પછી મોક્ષની ઈચ્છા પેદા કરાવવી તે, (૩) મોક્ષની અભિલાષા પેદા કરાવ્યા પછી અરિહંત ભગવંતોનું શરણ સ્વીકારવાની ભલામણ પોતાના દાખલાથી કરવી તે છે.