SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પડે છે. આગલા ભવનું આયુષ્ય ક્યારે બાંધે? આ બધું માનીએ પછી પ્રલય અને સર્ગ વચ્ચે કર્મનો આશ્રવ તરીકે શરીર શ્વાસોશ્વાસ મન માનવા પડે તો નવી ચીજ કઈ જેને સર્ગ કહો? અમુક સજાવટ થાય-નવું બનાવવાનું ન હોય, બનાવેલી વસ્તુ ગોઠવવાની હોય, સજાવટ સૃષ્ટિ નવી થાય- તેમાં અડચણ નથી, પણ કર્મ નવું થતું નથી તો કેમ અનાદિ માનવું નથી. જેને કાયા મન વચન અનાદિના માન્યા પાલવે નહીં તો સૃષ્ટિની આદિ માનવી પડે. આશ્રવ જેવો પદાર્થ ન હતું તો તેમને અનાદિ માનવામાં અડચણ નથી. એ ક્રમમાં આગળ જાવજે એ લોકોમાં સ્વમે પણ અન્ય મતવાળાને પણ સૂઝેલું નથી તે તપાસો : અવિરતિનો કર્મબંધ. પ્રલય અને સર્ગ વચ્ચે અવિરતિ કે વિરતિ માનવી? વિરતિ માની શકે નહીં, અવિરતિ માનવી પડે. તેમાં કર્મ બાંધવાનું માની લે તો સર્ગ જેવી ચીજ ન રહે. અવિરતિનો કર્મબંધ સૃષ્ટિ માનનારાઓએ માન્યો નથી. જીવને કર્મબંધ કરતા નથી કે કરાવતા નથી. તેવી સ્થિતિવાળાને અવિરતિ કર્મબંધ સ્વમે પણ સૂઝયો નથી. અવિરતિથી કર્મબંધી જેનોની માન્યતા. જૈન શાસનની જડ આશ્રવમાં મન વચન કાયાના યોગ કરતા અવિરતિના આશ્રવ | ઉપર વધારે છે. જો અવિરતિનો આશ્રવ ન હોત તો અનાદિ નિગોદ માનવાનું હોત જ નહીં. નિગોદમાં કાયા હોવા છતાં કાયા ન કહીએ તો ચાલે. સંસારમાં બીજા એવા જીવો નથી જે પોતાના જોગ બીજાની હિંસાના કારણ ન બને. અયોગી કેવળીપણું કે જ્યાં મોક્ષનું બારણું ત્યાં પણ તેમના જોગ પહેલાં કર્યા છે તે પણ હિંસાનું કારણ થવાનું. જયસિધ્ધ હિંસાના કારણ બનવાના. હિંસાનું કારણ ન બને તેવા જોગ વગરનો કોઈ નહીં, પણ એ સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવો એવા કે જેના જોગ કોઈની હિંસા કરનારા ન બને. એટલું જ નહીં પણ પોતે હણાઈ બીજાના કર્મનું કારણ ન બને. પોતે કોઈને હણે નહીં, ન બીજાથી પોતે હણાય. એ જીવને શરીરવાળા આખા જગતમાં વ્યાપેલા કહો છો - તો એ કોઈના ઘાતનું કારણ ન બને એ બને કેમ ? . સૂમ એકેન્દ્રિયના જીવોની અતિસૂક્ષમતા. આખા મકાનમાં અજવાળું છે. ચાહે ત્યાં કાચ ફેરવીએ તો પણ શું અજવાળું કાચથી હણાય કે કાચ અજવાળાને હણે? કારણ કહી શકાય કે અજવાળાના પુદ્ગલો એવા બારિક છે જ્યારે કાચના પુદ્ગલ સ્થળ છે. તેથી તેમાંથી અજવાળાના પુદ્ગલો બહાર જઈ શકે છે. અજવાળાં કરતાં પણ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવના શરીરના પુદગલો વધારે બારિક છે. અસંખ્યાત ભાગ બારિકવાળા એ પુદ્ગલો શાના હણે કે હણાય? 5. ફરdistElgirl + 5 arragers કાકા કાકી તમારા કરાતી મા વિE BIH
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy