SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયમાં નિયમ : પહેલો ઉદય આયુષ્યનો, જે નંબરને શરીરનો, પછી ભાષાપર્યાપ્તિ, વાસોચ્છવાસ, મન. આયુષ્યકર્મનું અતિસૂક્ષ્મ અનુચિંતન. પ્રથમ આયુષ્યનો ઉદય થાય. કોઈપણ ગતિ કે ભવમાં પ્રથમ ઉદય આયુષ્યનો. પહેલા ભવના છેલ્લા સમયે આહાર, શરીર પછી પણ આયુષ્યનો ઉદય. પહેલા ભવના છેલ્લા સમયે બીજા ભવના ઉદય વગર પહેલાનું પૂરું થાય નહીં. પહેલા ભવનું આયુષ્ય પૂરું ક્યારે થાય? આગળના ઉદયે શરીર છોડે તો બીજા ભવના પહેલા સમયે છોડે. પરમવ પતમે સડો આગલા ભવના પહેલા સમયે બધું છોડવાનું (આ શરીર ગતિ ભવનો એક સમય) મનુષ્યભવનું આયુષ્ય હોય તેના છેલ્લા સમયે મનુષ્ય ગતિ શરીર છૂટી જાય તો એક સમય નકામો ગયો. છેલ્લા સમયનું આયુષ્ય નકામું ગણાય માટે છોડે ક્યારે? આગલા ભવના પ્રથમ સમયે. આ જ વાત લક્ષ્યમાં લઈશું તો શ્રી ભગવતીજી સૂત્રમાં જે કહેવાયું કે નારકી નારકીમાં ઉપજે કે અનારકી નારકીમાં ઉપજે? સહેજે કહીએ છીએ કે નારકીમાંથી મરી નારકીમાં ન ઉપજે, દેવતા મરી દેવતા ન થાય. વાત કરી એ તે વાત સાચી- ને શાસ્ત્રકાર મહારાજ કહે તે પણ વાત સાચી છે. લક્ષ ઘો. નારકી મરી નારકી ન થાય. દેવતા મરી દેવ ન થાય એટલે પહેલાનો ભવ નારકી કે દેવતાનો હોય તો બીજા ભવમાં નારકી અગર દેવતા ન થાય. બે ભવ લાગલગાટ ન હોય. અહીં ઉપજવાનું કહે છે. ઉપજે કોણ? નારકી હોય તે ઉપજવા પહેલા જેને દેવતાના નારકીના આયુષ્ય શરૂ થયા હોય તે જ નારકી અગર દેવતામાં ઉપજે. ત્યાં દેવના સ્થાને જઈ કોણ ઉપજે? જેને અહીં નારકી કે દેવતાનું આયુષ્ય શરૂ થયું હોય, તે ત્યાં ઉપજે. મનુષ્ય ભવના છેડે નારકી કે દેવતા થઈ ગયો. નારકી થવાથી નારકી નારકીમાં ઉપજયા, દેવતા દેવતામાં ઉપજ્યા. આથી નક્કી કર્યું કે પહેલ વહેલો ઉદય આયુષ્યનો, છતાં પણ નિરૂપમોમિન્ચમ્ (તત્ત્વાર્થ. અ.રસૂ.૪૫) જ્યાં સુધી ત્યાં ઉપજે નહીં ત્યાં સુધી જીવને ભોગવટો નથી. શરીર નથી, માત્ર કાર્પણ કાયયોગ છે. કાયા ખરી, પણ એ દ્વારા સુખ દુઃખ ભોગવવાનું ન બને. ઔદારિકવૈક્રિય-આહારક એ શરીર સુખ દુઃખ ભોગવી શકે. ભોગવટો છે ત્યાં જન્મ છે. આ નક્કી થયું. આયુષ્યનો કાર્પણ કાયયોગને અંગે ભોગવટો નહીં. જન્મ્યા ત્યાં જ ભોગવટો શરુ. તેમાં પણ અનુક્રમે પ્રથમ કાયા, પછી શ્વાસ, પછી ભાષા, પછી મન. ૨૪ દંડકમાં એવો કોઈ જીવ નહીં મળે જેને શરીર પર્યાપ્તિ વગર શ્વાસોશ્વાસ પર્યાપ્તિ થઈ ગઈ. પહેલા શરીર, પછી ઇંદ્રિય, પછી શ્વાસોશ્વાસ એ અનુક્રમે કર્મનો ઉદય વેદાય છે. તે ક્રમ હંમેશા માનવો અટક પ્રકરણની કર ૦૫ )
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy