SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માના દુઃખ માટે ક્યની જાણકારી સમજવી. જેમ વૈદ્ય દાક્તર શારીરિક પ્રકારો જણાવે છે તેમ આત્માની વિદ્યામાં પારાંગત થયેલા હોય તેજ કર્મનું ઔષધ બતાવે, તે સિલય કર્મનું ઔષધ કોઈ ન બતાવે. દુઃખને લીધે વિકાર માનવો જ પડે. વિકાર થયા વગર દુ:ખ વેદના થાય નહીં. તેમ આત્માને દુઃખ ભોગવવાનો વખત આત્મામાં વિકાર થયા વગર હોય નહીં. હવે વિકાર કયો થયો છે તે એના જાણકાર જ કહી શકે. શરીરમાં વાત-પિત્ત-કફ વધ્યો તે જેમ દાક્તર કહી શકે તેમ આના કારણભૂત કર્મ કોણે ક્યારે બાંધ્યું? તે સર્વજ્ઞ વીતરાગ જ કહી શકે. સર્વજ્ઞ વગર કોઈ કહી શકે નહીં. વીતરાગ વગર ભરોસો ન રહે. ફેંસલો દેવાનો હક કોને ? વાદીનો પક્ષકાર કે દ્વેષી ન હોય તેજ ન્યાય ચૂકવી શકે. ત્રણે જગતનો એક સરખો ન્યાય ચૂકવવો હોય તો ન્યાય પ્રામાણિક જોઈએ, રાગદ્વેષ હોય તે ન પાલવે. સર્વથી નિરાલાપણું જોઈએ. તેને ત્રણ જગતમાં કોઈ સાથે સંબંધ ન હોય, પોતાપણાની એકે વસ્તુ ન હોય તે કર્મ વસ્તુ બતાવી શકે. આત્માની સ્થિતિ ક્યાંધીન છે. કર્મ ફળ દે છે. કર્મ દેખાતા નથી. ફળ દેખીએ છીએ. બચપણમાં કેટલાક ઉપરથી પડે છે. હાડકાને નુકસાન થાય છે. તે વખતે દવાથી આરામ થાય છે. જુવાનીમાં નિશાની પણ માલુમ પડતી નથી. પણ ઘડપણમાં તે જગોએ કળે છે, વૈદ્ય દાક્તરને પૂછે છે સોજા ન હોય ત્યારે વૈદ્યો કહે છે કે બાળપણમાં વાગ્યું હશે. જુવાનીના લોહીમાં જોર હતું. જોર ચાલ્યું ત્યાં સુધી વાયુથી ઉત્પાત કરી શકાયો નહીં. જુવાનીનું જોમ ખસ્યું ત્યાં ઉત્પાત શરું. અહીં પણ પહેલાં ભવમાં પાપો કર્યા હતા. તે પહેલાં ભવમાં બાંધેલા પાપ પુન્યોનું જોર ચાલતું હતું તેથી પાપનું જોર પુન્યની જોમમાં ન ચાલ્યું. જુવાનીનું જોમ જાય ત્યારે માલુમ પડે. તેમ અહીં પહેલા ભવમાં બાંધેલાં પુન્યના પ્રભાવની મોજ અત્યારે ભોગવીએ છીએ. તે પ્રભાવ જાગતો છે. પણ પુન્યનો પ્રભાવ પાતળો પડ્યો તે વખતે જુવાનીનું જોમ જાય એટલે બાળપણમાં વાગેલાનું દુઃખ ખડું થાય. તેમ પહેલાં ભવમાં બાંધેલા કર્મની જવાબદારી અહીં લેવામાં આવશે. રાજા મહારાજાના ગુના જમે થઈ સજા કરે છે. ઇંદોરનું દેવું ને? પુન્યની પાટે ચડેલા છીએ. અત્યારે જયારે પાપો કરીએ છીએ ત્યારે મને કોણ પૂછનાર છે? મારા આડું કોઈ આવનાર નથી. નિરંકુશ રાજસત્તા મને માને તેમ કરે- તેમ આપણે ધર્મથી નિરંકુશ સંસારમાં શરીરને અંગે નિરંકુશ રાજસત્તા મેળવી છે. શું કરવું? લાયક છે કે નહીં ? તે વિચારતા નથી. પણ નિરંકુશપણે કરેલા કાર્યોની જવાબદારી સામટી નિકળશે. માટે શાણો ( અક્ષિણ ની તાર ળશે. માટે )
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy