SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તે અનાદિ કહી શકે નહીં. અટકી તે સાદિ કહે. સૈદ્ધાંતિક વાતમાં આવીએ ત્યારે અન્યને સંસારનું અનાદિપણું માનવું પડે. સંસારનું અનાદિપણું ૩ . સંસારનું અનાદિપણું યુક્તિથી ઘટે છે. શ્રુતિમાં પણ જણાય છે. બીજાંકુર (બીજ-અંકુર) ન્યાયે સંસાર અનાદિ છે. બીજાંકુરમાં પ્રથમ કોણ? તે કહી શકીએ નહીં. કારણ ઘટતું નથી. બીજ કહીએ તો અંકુર બીજ વગર શી રીતે થયું? બીજ પ્રથમ કહેવું તે યુક્તિ રહિત છે. તેથી અનાદિ કહેવું જ પડે. આ તો અનવસ્થા આવી ના; એનું એ બીજ એનો એ અંકુર હતે તો અનવસ્થા હતું, પણ અન્ય અંકુર અન્ય બીજ લેવાથી અનવસ્થા આવતી નથી. કાર્યભૂત બીજ તે અન્ય અંકર માટે કાર્યભૂત બીજ નથી. બીજાંકર ન્યાયે સંસાર અનાદિ છે. નહીંતર વગર અંકુરે વગર બીજે અંકુરો માનવો પડે. પહેલાના જન્મો પ્રત્યક્ષ ન હોય પણ આ જન્મ તો પ્રત્યક્ષ છે ને? આ જન્મ કર્મ વગર નથી, તો જન્મ-કર્મ અનાદિ નથી પરંપરા છે. પહેલા જન્મવા માંગીએ તો કર્મ વગર જન્મ માનવો પડે. વગર કર્મ માનવા પડે. જન્મ કર્મની પરંપરા અનાદિની છે તો પછી નાશ શક્ય છે કે નહીં? જીવને આ જ્ઞાન થવું મુશ્કેલ છે. મારું નીવે નાના બચ્ચાંઓમાં દેખીએ છીએ કે પોતે કઈ આબરૂવાળો યા તેને ઋદ્ધિની કોઈ જાતની ગતાગમ હોતી નથી. તેમ જીવ અનાદિનો છતાં તેને ગતાગમ નથી. પોતાની સ્થિતિનો બાળકને ખ્યાલ નથી. તેમ આ જીવને પોતાને પોતાનો ખ્યાલ નથી. આપણા શરીરમાં થયેલા રોગને આપણે જાણતા નથી. પીડાને જાણીએ છીએ. શરીર જે ચામડીવાળું છે-એમાં થતાં રોગો તેનો ખ્યાલ આપણને નથી આવતો. આપણી જઠર ખોરાક દ્વારા સાત ધાતુ ઊભી કરે છે પણ કઈ નસ, કયું આતરડું, કંઈ જગો પર છે? તેનો આપણને ખ્યાલ નથી આવતો. નાસ્તિક પણ શરીરમાં હું નથી એમ કહી શકે નહીં. તો શરીરની હકીકત તો બોલ. વેદના થાય ત્યારે ખ્યાલ આવે કે મારો જીવ અહીં છે. વસ્તુને નથી સમજતા વેદનામાત્ર સમજે છે. છાતીમાં દુઃખ થાય તે સમજે પણ છાતીના પાટીયા કેમ છે તે ન સમજે. મનુષ્ય સમજું, વેદના સમજે, પણ વસ્તુને નથી સમજતો. જગતમાં દુઃખની સમજણ છે. પણ દુઃખના કારણભૂત કર્મોની સમજ નથી. દુઃખ કેમ થયું-તેની સમજણ નથી થયેલી. વેદના માટે વૈદ્ય-દાક્તરને પૂછવું પડે છે. તેમાં આપણું ડહાપણ ન ચાલે. તબિયતની બાબતમાં એ જ જાણકાર છે. આપણે જાણકાર નથી- એ નક્કી થવાથી તબિયતને અંગે એ જે બતાવે તે ધ્યાનમાં લઈએ છીએ. કરમને લીધે દુઃખી થઈએ તે દુઃખ જાણ્યું- પણ દરદ ન જાણ્યું. તેમ આત્માને અંગે જે દુઃખ જાણીએ પણ તેના હેતુ ભૂત કર્મને નથી જાણતા.
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy