________________
કામ ક
રહી જાય ના, (તો દીકરા
: પ્રાસ્તાવિક પ્રવચન :આગમજ્ઞાતા ને પ્રણેતા, તત્ત્વવેત્તા ગ્રન્થના, ઉદ્ધારકર્તા આગમોના, સ્પષ્ટ વક્તા સત્યના; શાસન સુકાની ! કેઈ જીત્યા, વાદી તો ય દર્પના,
આનંદ સાગર સૂરિજી ચરણે, ભાવે કરું હું વંદના. જેઓ આગમોના જ્ઞાતા છે, તત્ત્વોના વેત્તા છે, અભિનવ ગ્રન્થોના પ્રણેતા છે. હસ્તલિખિત પ્રતો ઉપરથી આગમોનો ઉદ્ધાર કરનારા છે, આગમોને ચિરકાળ જયવંતા રાખનાર છે. તેથી જ આગમોને આરસ, તામ્ર તથા લેજર પત્રમાં આલેખનાર છે, નિકૃષ્ટકોટીની પરિસ્થિતિમાં પણ સત્યના સ્પષ્ટવક્તા છે. શાસનના મહાનું સુકાની છે. વાદીઓના અભિમાનને પરાસ્ત કરનારા છે. આવા પરમ આરાધ્ધપાદ બહુશ્રુત પૂજ્ય આનંદસાગર સૂરીશ્વરજી ભગવંતના ચરણોમાં વંદન સિવાય બીજુ હું શું કરી શકું ? બસ, પ્રથમ તબક્કે આવા મહાન પૂજ્યોના પરમ પવિત્ર ચરણ કમલમાં નતમસ્તક અભિનંદન.....
શ્રમણાદિ સંસ્થા પરના ઉપકારને હમણાં અનુસ્મરણ ન કરતાં માત્ર વ્યાખ્યાનના માધ્યમે વિદ્વાન્ પુજ્યપાદ આગમોદ્ધારકશ્રીએ જગતના સમસ્ત જીવો પર અનહદ ઉપકાર કર્યો છે તે જ લક્ષમાં લઈ રહ્યો છું. આ માત્ર હું નથી કહેતો પણ પત્રારૂઢ બનેલી તેઓશ્રીની વ્યાખ્યાન વાણી કહે છે.
આ પુસ્તકમાં પ્રકટ થયેલા વ્યાખ્યાનો આજથી ૬૫ વર્ષ પહેલા પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીએ વિ.સં.૧૯૯૨ના જેઠ વદ ૨ થી ૧૮ દિવસ સુધી જામનગરલક્ષ્મીઆશ્રમમાં અપાયેલા છે. આ વ્યાખ્યાનો જે પૂજ્યશ્રીએ ઉતારેલા છે તેમને નતમસ્તક નમસ્કાર કરું છું. આ વ્યાખ્યાનમાં કેટલેક ઠેકાણે ભાષા મેં તેની તે જ યથાવત્ રાખી છે. કેમકે તેમાં તાત્ત્વિકતા અને અર્થગહનતા બરોબર જળવાઈ શકે. તેમજ ભવિષ્યમાં ભાષાકીય દૃષ્ટિએ પ્રાચિનતાનો નિર્ણય થઇ શકે. ક્યાંક ભાષાકીય દૃષ્ટિએ માત્ર ‘હતે’નું હોત’ જેવા શબ્દમાં જ ફેરફાર કર્યો છે.
ઉતારો કરનાર પૂજ્યશ્રીથી પુનઃ આ વ્યાખ્યાન નથી જોવાયું લાગતું. જેથી અલ્પવિરામ, પૂર્ણવિરામ, પદચ્છેદ તેમજ ક્રિયાપદ વગેરે દ્વારા વાક્યરચના અને પાદપૂર્તિને સુલભ બનાવવા મારા દ્વારા પ્રયત્ન થયો છે. છતાં સાવ સહજતાથી સમજાઇ જાય તેવું દુઃશક્ય લાગે છે. તેમ છતાં અર્થગહન દૃષ્ટિએ એક ને એક પેરો બે વાર વાંચવાથી વ્યાખ્યાન સમજાઇ જશે તેવું મારું માનવું છે.
આ વ્યાખ્યાનમાં શીર્ષક તરીકે કેટલાક મથાળામાં ડો. કવીનભાઇ શાહ (બીલીમોરાવાળા)ની મહેનત છે.