________________
તે સ્થિર રહી શકતો નથી. ચંચળતામાં પ્રથમ નંબર માંકડો. એ માંકડો હજુ સ્થિર રહે છે. વાંદરા ચંચળ ખરા પણ પોતાનું વન છોડીને ક્યાંય જાય નહિ. આ અંદર ભરાએલો વાંદરો(મન) ત્રણે જગતમાં જાય. મનસ્કપિ અય વિશ્વે ભ્રમતિઋ-મનરૂપી વાંદરો આખા જગતમાં ભ્રમણ કરનારો છે. ક્ષણમાં વિરાગી, ક્ષણમાં ક્રોધી ક્ષણમાં ક્ષમાધારી. હળદરનો રંગ હવાથી ન ઉડે, તડકે ઉડે (આપણા માટે) ધર્મનો આ રંગ હવાથી ઉડે. ઉપગાર લક્ષમાં નથી રહેતો. આત્માને આખા જગતનું ભાન હતું, પણ આત્માને પોતાનું ભાન ન હતું. કોના મહિમાથી આ ભાન આવ્યું? ત્રિલોકના નાથ તીર્થકરના મહિમાથી.
તીર્થની ઓળખાણ, દર્શન-પૂજા.
ત્રિલોકના નાથ તીર્થકર ભગવાનના પ્રતાપે આત્માની ઓળખાણ થઈ. તેથી યાવત્ મોક્ષ સુધી તેમને માનવા બંધાયેલા છીએ. ઇંદ્રો ત્યાં બેઠા બધું કરી શકતા હતા. અહીં કેમ આવ્યા? ત્યાં બેઠા દેશના સંભાળી શકે છે, દર્શન કરી શકે છે. અહીં આવવું શું કરવા? દેવલોકમાં રહ્યા થકાં દર્શન શ્રવણ કરી શકે છે. ધરમથી કંટાળાવાળાએ દેવપણાનું રાજીનામું આપવું જોઈએ. જ્યોતિષ્ક વૈમાનિકમાં અસંખ્યાત વખત પૂજા કરવાનો વખત આવવાનો. એકલા જિનેશ્વર મહારાજના અભિષેકો અસંખ્યાત વખત કરવા પડશે. પૂજાથી પ્રતિકૂળતાવાળાને એક વખત અસંખ્યાત વખત પૂજા કરવી પડશે. પૂજનની કિંમત માની છતાં પૂજન નથી કરતાં. આપણે આખી જીંદગીમાં જન્મીએ ત્યાંથી મરણ સુધી પૂજા કરીએ તો કેટલી વખત પૂજા થશે ? ૧૦૦ વરસવાળાને ૩૬ હજારથી વધારે વખત પૂજનનો વખત નથી આવતો. તેમાં થાકી જઈએ છીએ. તેમાં ભક્તિ નથી સમજતા, વેઠ સમજીએ છીએ. ભક્તિ શબ્દનો છાપો રહેવા દો. આગળ ચાલો! પોપટભાઈ પૂજા કરવા જાય, પલાળ કરી સંગલુછણા થાય ત્યારે ગભારામાં જાય. પખાળ બંગલુહણાંનો લાભ ન ધાર્યો, ગોઠી કરી લે એટલે અંદર જાય. બોલો વેઠ માની કે લાભ માન્યો? અને ક્યારેક કરવી પડી જે વસ્તુ તે તારા કલ્યાણ માટે હતી. આજે ભાગ્ય યોગે મળી. તેની અનુમોદના કયાં થાય છે? ખોવાયેલી વસ્તુ મળે છે. વસ્તુ તરીકે ખોવાયેલી ન ગણાય તો મલ્યામાં આનંદ ક્યાંથી આવે? પદ્ધતિ પડી છે તે કર્યા કરીએ છીએ. રસ નથી જામ્યો. આપણે બોલી (ઉછામણી) બોલીને પખાળ કરીએ છીએ. તે અહીં મળે છે. વિચારવાની લાઈન જુદી થઈ. ઉપગાર દૃષ્ટિથી પૂજન-આરાધન-અપૂર્વ બુધ્ધિ એમાં સહેલું કંઈ નથી, આથી થાય છે તે કરવું તેમ અર્થ ન કરશો. આખા કુટુંબનો વહેવાર છતાં એક છોકરાનું નોતરું આવ્યું, ત્યાં છોકરાને ન મોકલવાનો એમ નહીં, પણ આખા કુટુંબનું નોતરું કેમ ન આવ્યું? તે દાવો કરવાનો. આત્માને ઓળખાવ્યો જિનેશ્વરે. એટલું જ નહીં, પણ એમણે
( દિન
૪૧ )