SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ખોયા. તેથી તેનું દાનેશ્વરીપણું ચાલ્યું ગયું? ઉપગારીએ જ ઉપગાર કર્યા તે ટકો, અગર ન ટકો, પણ ઉપગાર લેવાવાળાએ હંમેશા ઉપગાર માનવાની જરૂર છે. ઉપગારી ઉપગાર કરનાર વસ્તુ ન ટકે તો પણ ઉપગાર માનવો જોઈએ. ઉપગારી શાશ્વત પદમાં બિરાજેલા છે. મા-બાપ આપણને જન્મ આપે. આપણે કોઈ વખત તેમને જન્મ આપીએ. અરસપરસ બન્નને ઉપગાર તળે દબાવવાનું છે. પણ ત્રિલોકના નાથ તીર્થંકરનો આપણે કયો ઉપગાર કરવાના? શાશ્વત સિધ્ધપદમાં બિરાજ્યા. ઉપગારની લાઈનમાં રહ્યા નથી. તેવા ઉપગારી કે, બીજા ઉપગારી મરી ગયા એટલે મઢ્યું, લેવા દેવા નહિ, પંચાત મટી, એમ સજ્જન ન બોલે, સજ્જન તો મર્યા પછી મોટું મન કરે. તેમ અહીં જે જિનેશ્વર મહારાજા આત્માનું જ્ઞાન કરાવી ગયા. આપણને જગતનું જ્ઞાન હતું. આત્માનું જ્ઞાન ન હતું. હું આત્મા-ચૈતન્ય સ્વરૂપ કર્મ કરનારો-ભોગવનારો-ભવોભવ ભટકનારો છું. જ્યાં સુધી શાસન પામ્યો ન હતો ત્યાં સુધી આપણે આવું આત્માનું જ્ઞાન કર્યું હતું? ત્યાં સુધી આપણે ઘેર ઘોડો, બળદ, ગાય જન્મ, ચારો ચરે, મજુરી કરે. એમ કરતાં જીદંગી પૂરી થાય એટલે વિદાય થાય. ત્રિલોકના નાથ તીર્થંકરનું વચન પામ્યા ન હતા ત્યાં સુધી એમની માફક જંદગીઓ પૂરી કરી હતી. આત્મા તરીકેનો વિચાર ક્યાં કર્યો હતો? ભણેલાને ભૂલ થાય ત્યાં અભણને શું કહેવું? એમનું શાસન, એમનો ઉપદેશ આર્યક્ષેત્રાદિ બધુ પામ્યા છતાં આત્માનો વિચાર ભૂલી જવાય છે. આત્માને ધર્મરંગ કેવો લાગ્યો છે તે વિશે હળદરની ઉપમા. મોભે આવીને બેઠા છીએ. મોભથી આગળ ચડવાનું હોય. આપણે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ આવ્યા છતાં જેમ હળદરનો રંગ તડકો લાગે ત્યારે જાય. માત્ર હવાથી હળદરનો રંગ ન જાય. પણ આ ધર્મનો રંગ હવાથી જાય છે. આત્માને ધર્મનો રંગ લાગે છે પણ એવો ફીકો રંગ લાગે છે કે તે હવાથી ઉડી જાય છે. સાંભળીયે છીએ, વાંચીએ છીએ, મૂર્તિના દર્શન વખતે વિચારો પણ આવે છે. પણ હવા પલટે તેમ ક્ષણ પછી કંઈ નહિ. ખરો આ જ પશ્ચાતાપ કરવાનો રહે છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે. क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । મોહ: શ્રીહર્યવાÉ, +રિત: પિવીતિઃ (૧૬-૪ વીતરાગ સ્તોત્ર) ક્ષણમાં રાગી ને ક્ષણમાં મુક્ત, ક્રોધી, ક્ષમી. વાંદરો ચાહે પાંજરામાં રાખો તો પણ ત્યાં ફર્યા કરે. પાંજરા પૂરતું કૂદંકૂદી કરે. માંકડાને સ્વભાવ ચંચળતા હોવાથી ક્ષણવાર પણ અષ્ટક પ્રક્ષણ - IEEEEEEEEEEETIRIEETITIHEE
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy