SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ( છે. બે નામની હુંડી ચાલે છે. જેને અંગે જામીન પણ થાય. ન લીધું દીધું હોય તો ભરવું પડે. પણ કર્મને અંગે બે મથાળાની હુંડી, જેને કર્મનો બંધ થાય તેને જ ભોગવવા પડે. તેથી તીર્થંકર મહારાજ સમર્થ છતાં બીજાના અંશ માત્ર પણ કર્મને તોડી શકતા નથી. પરંભાયું પતાવે છે. તેથી તેમને દલાલની જગો પર મેલું છું. દલાલ અને વેપારી કેવા હોય? આજ કાલના શેર દલાલની વાત જુદી છે. શેરદલાલમાં જોખમ પેલા પર હોય છે. પણ લેનાર વેચનાર ઓળખે દલાલને. જોખમ પેલાને હોય. અહીં જોખમ અંગે લેવા દેવા નથી. તીર્થંકર ભગવાનને દલાલ ગણી તેમની પૂજા-સેવા-માનતા-ભક્તિ કરીએ તે શા ઉપર? મહાનુભાવ માલ ન ઓળખે ને દલાલને ખટાવ્યા જાય તેનો અર્થ કેટલો? હીરા મોતીનો દલાલ ઘેંસ ન ખાય. લુખા રોટલા ન મૂકાય. પણ વિચારો ! દલાલની એક્લી સગવડ કરે અને માલ પર ધ્યાન ન રાખે તે વેપારી કેવો ગણવો? અક્કલવાળો એવો ન હોય. તીર્થંકરની સેવા ભક્તિ આરાધના કરીએ પણ માલ લેતી વખતે “ના, ના હમણાં મારે કામ છે. તો આપણી અક્કલ કેટલી ગણવી? દલાલ તો લાકડાના ને કોલસાના પણ હોય. માત્ર એક પ્રકારના દલાલી ન હોય. આ દલાલ કયો માલ પૂરો પાડે છે? આ દલાલ આત્માનો માલ પૂરો પાડનાર છે, આત્માના ગુણો ઉત્પન્ન કરનાર છે. પોતાના ગુણ મેળવવામાં બીજાની જરૂર શા માટે ? આત્માને ગુણવાન કરી દે, પાવન મોક્ષ પ્રાપ્ત કરાવી દે. માલ કયો? આત્માના ગુણો ઉત્પન્ન કરવા. મોસાળ જમવું એમાં પંચાત શી? બીજા ઘેર સંકોચ થાય. મોસાળ જમવાવાળાને ચિંતા ન કરવાની હોય. આત્માને આત્માના ગુણ મેળવવા તેમાં બહારના દલાલની જરૂર શી? પારકે ઘરે જમવા જવું હોય તો જમવાના નોતરાની જરૂર. મોસાળ કે બાપને ઘેર જમવામાં નોતરાની જરૂર શી? આત્માના ગુણ આત્માને મેળવવા છે, બહારના ગુણ મેળવવાના નથી. પણ ત્યાં પહોંચવું જોઈએ ને ? પાલીતાણે પિયર અને અમદાવાદ મોસાળ હોય તો વચમાં આગગાડીની જરૂર પડે. પહોંચવા માટે સાધન જોઈએ. સામો દેણદાર સીધું આપે તો કોરટનું શરણ ન લેવું પડે. પણ નાણું આપણું છે. દસ્તાવેજ છે, પણ દેણદાર વાંકો થાય તો કોરટનું શરણું લેવું પડે. આત્માને પોતાના ગુણો મેળવવાના છે. કર્મરાજાએ કબજે કર્યા છે. પોતાના આત્માના ગુણો કબજે કર્યા છે. માલિકી ને કબજો એમ બે વાત રાખો છો. મારી માલિકીનું અને મારા કબજામાં છે. એમ આ આત્માના કૈવલ્યાદિક ગુણોનો માલિક
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy