SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલ્યા જાય છે. પુન્યવાળા ખરા, પણ લ્યાણ પામી શકતા નથી. મોજમાં રહેનારા જુગલીયા દુગ્ધા વગરના હોવાથી નથી ખોરાક, વસ્ત્ર કે પાનની ચિંતા. દેવતાઈ સ્થિતિ તરીકે મનુષ્યપણામાં ત્રણ પલ્યોપમ સુધી રહે તો પણ ખાલી હાથે જાય છે. એને હાથમાં આવેજ ક્યાંથી ? આપણે ૧૦૦ વરસવાલા ત્યાં. આપણે ખાલી જઈએ તેમાં નવાઈ નહતી. અહીં આપણે કંઈક મેળવી શકીએ છીએ. નિસરણીનું જોડાણ મોક્ષ સાથે. મોક્ષની નિસરણીને સમજો. આપણે મનુષ્યનું શરીર બનાવી શકીએ છીએ. આડી પડેલી નિસરણી માળે નહીં પહોંચાડે. ત્યારે નિસરણી ઊભી કરેલી જોઈએ. આ શરીરને દુનિયાદારીના અર્થ કામ સિધ્ધીના ઉપયોગમાં લઈએ અને મોક્ષની નિસરણી માનીએ-એ કામ ન લાગે. નિસરણી ત્યાં અડાડવી જોઈએ. આ શરીર મોક્ષને અડાડી દેવું જોઈએ. ૫૦૦ ધનુષ્યનું શરીર કે પ૨૫ ધનુષ્યનું શરીર હોય. મોક્ષ સાત રાજ છેટો રહ્યો. તો શરીરને ત્યાં શી રીતે અડાડવું? પણ જો નિસરણી ટૂંકી હોય તો બાકી દોરડું બંધાય. એ પણ નીસરણીનું કામ કરે છે. જેમ કૂવામાં ચડવા ઉતરવામાં દોરડા કામ લઈએ છીએ. તેમ ઔદારિક શરીર ન પહોંચે તો દોરડાની નિસરણી તૈયાર કરો. જયાં ચડવું હોય ત્યાં સંબંધવાળું જોઈએ. મનરૂપ સૂક્ષ્મ નિસરણી ત્યાં જોડો. ત્રિલોકના નાથ તીર્થકર ભગવાને વાતાવરણ ઊભું કરેલ છે. ત્યાં જવા વિચાર થાય તો સાધન ઉભા કરી અમલમાં મેલો. એ ત્રિલોકનાથે ઊભું કર્યું. માટે એ મોક્ષ પ્રાપ્ત કરવાના દલાલ આડતીયા છે. તીર્થક્ર મહારાજાની દલાલ સાથે સરખામણી. ભવ્યો ભવથી કેમ બચે? અવ્યાબાધ સુખ દરેક જીવો કેમ પામે? તે જ ધંધો તીર્થકર ભગવાનનો છે. દલાલ ઘરનું કંઈ ન આપે. બારોબાર પતાવે. તીર્થકર ભગવાન પોતાનામાંથી અનંતમો ભાગ પણ નથી આપતા. દુનિયા દાનેશ્વરી બને તો લાખમાંથી પાંચ આપે તો પાંચ ઓછા થાય ત્યારે દાનેશ્વરી બને. તીર્થકર ભગવાન આપે તો પણ ન ખૂટે. જે વખત કેવળ પામે તે વખતે દરેક કેવળ પામનારની શક્તિ ભાવના હોય કે ચૌદ રાજલોકના જીવોના તમામ કર્મો બે ઘડીમાં બાળીને ભસ્મ કરી નાંખુ. દાવાનળમાં ઘાંસને બળતાં વાર શી? ક્ષપકશ્રેણિ વખતના જીવો માટે જગતના જીવોના કર્મો ઘાસ સમાન છે. પણ દાવાનળ ક્યાં અને ઘાસ ક્યાં? લગોલગ હોય તો બાળી નાંખે. દરિયાનું પાણી ઘરની આગ ન બુઝાવે. માટે કર્મોનું સંક્રમણ ન થવાથી એક આત્માના કર્મો બીજામાં ન જવાથી શ્રી દશવૈકાલિકકારે સાધુ થનારને એક વાક્ય કહ્યું. પુદો સત્તા પુદ્દો #મ્મા. દરેક જીવો જગતમાં જુદા છે અને દરેકના કર્મો પણ જુદા છે. દરેક પોતાના કર્મો દરેક પોતે ભોગવે Canes used in the RSS 206
SR No.022299
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAnand Prakashan
Publication Year2001
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy