________________
સંધિ :- ઉચ્ચારણ - પરિવર્તન અને લિપિ
બોલનારનાં મુખથી જ્યારે કંઇ પણ બોલાય છે ત્યારે જે બે કે વધુ સ્વર + ધ્વનિઓ વચ્ચે નિયતસમય = માત્રાનું અંતર રાખવું પડે છે. કુદરતી રીતે એ અંતર જળવાય પણ છે. જેથી સાંભળનારને સ્પષ્ટ સંભળાય છે અને સ્પષ્ટ સમજાય છે.
હવે આ બોલવાની પ્રક્રિયા દરમિયાન, જો બે ધ્વનિઓ વચ્ચે નિયતસમયમાત્રામાં ઘટાડો થાય - બોલનારને વાતની સમજ પડી ના હોય, કે બોલનાર અશક્ત, બિમાર કે શ્રમિત હોય – તો બોલતાં બોલતાં સમયમાત્રામાં ઘટાડો શક્ય છે. ત્યારે તે ધ્વનિઓ સંકળાઇને બોલાય છે. તેવી જ રીતે સંકળાઇને જ સંભળાય છે – ત્યારે અર્થ સ્પષ્ટ થતો નથી આ અશુદ્ધ ઉચ્ચારણ છે, પરંતુ બોલનાર વ્યક્તિ ધ્વનિઓ વચ્ચે નિયત સમયનું અંતર સમજણ પૂર્વક ન રાખે તો ધ્વનિઓ સંકળાઇને સંભળાય છે છતાં અર્થ સ્પષ્ટ સમજાય છે - ત્યારે શાસ્ત્રીય પરિભાષામાં ‘સંધિ’ કહે છે - સંધિ શબ્દ સંસ્કૃતભાષામાં ‘સમ્ + ધા ધાતુને [+] રૂ પ્રત્યય લાગીને બનેલ છે. જેનો અર્થ ‘સંધાન’ સાંધો જોડાણ થાય છે.
=
આવા ધ્વનિસંધિ સાર્થક હોય અને શિષ્ટમાન્ય બને ત્યારે તેનો નિયમરૂપે સંગ્રહ થાય છે તેને સંધિનાં નિયમો કહે છે. શબ્દોમાં સ્વર અને વ્યંજન એ ધ્વનિઓ બે પ્રકારે છે. એટલે પરસ્પર સંધિ ચાર રીતે થાય છે.
૧. સ્વર + પૂર્ણ કે અપૂર્ણ વ્યંજન. ત્યારે કોઇ ઉચ્ચારણ ન બદલાય. ૨. સ્વર + સ્વર. ત્યારે સ્વરને કારણે પૂર્વસ્વરનું ઉચ્ચારણ બદલાય ૩. પૂર્ણ કે અપૂર્ણ વ્યંજન + સ્વર. ત્યારે સ્વરને કારણે અપૂર્ણવ્યંજન પૂર્ણ બોલાય.
૪. પૂર્ણ કે અપૂર્ણ વ્યંજન + પૂર્ણ કે અપૂર્ણવ્યંજન. ત્યારે પૂર્ણ કે અપૂર્ણ વ્યંજનનું ઉચ્ચારણ બદલાય.