SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૩ ૨૨૪ परिशिष्ट-१ અતિતપ ધ્યાન પરીસહ જેહ, ન સધે જો અસમર્થે તેહ; તો સું સુમતિ ગુપતિ ભાવના, ન ધારે જીવ શિવારથમના. અનિત્ય પ્રમુખ ભાવન નિતમેવ, યતતો સંયમ ગ્રહિ નિતમેવ; આયુસ યમ આવે સુ નજીક, પ્રમદે કાં ન લહે ભવભીક? તુઝ મન હર્યું કુવિકલપનાદ, પાપ વચનમેં શરીર પ્રમાદ; તો પિણ લબધિ સિદ્ધિ વાંછતો, મનોરથે ભંગાણો મતો. તુઝ મન વશતો સુખ દુઃખ મેલ, મન મિલતે આતમ તહાં કેલ; પ્રમાદ ચોરે મિલતો વાર, કરી સીલાંગ સજનની સાર. પ્રમાદથી ભવસમુદે તુઝ, પડવો વળી પરમત્સર ઝુઝ; દીસે તે ગલ બાંધી શિલા, જલપર આવવો તલ "મુસકલા. મહાતપી કે સહે ઉદીર, ઉગ્ર તપાદિક નિર્જરા હીર; થોડે કષ્ટ પ્રસંગે થયો, તે પિણ અણવાંછે મુનિ નયો. દાન માન નતિ પ્રમુખે જેહ, નવિ હરખે વિપરીતે તે; લાભાલાભ પરીસહ સહી, યતી તે, બીજો વિટમહી. મમત્વ ધરતો શ્રાવક વિષે, તદીય તાપે તપીઓ થશે; નિજ મન અણસંવરતો સદા, ભમણહાર ભવતાપે મુદા. નિજ ઘર છંડ્યું પરવરચિત, તામે કુણ ગુણ તાપ મહંત; આજીવિકા વેષે તુજ ચલે, દુરગતિ કાં નવિ શોચે કલે. કરીશ ન પાપ ઈસુ ભાખતો, કરતો પિણ દેહે ત્યે ખતો; શય્યાદિકે પ્રેરતો લોગ, મન વચને સ્યો છે મુનિયોગ. કિશું મમત્વે મોટિમાણે, સાવદ્ય વંછવે પિણ નિજ જણે; સોનામે પાલિ નવિ પેટ, મારી હણે પ્રાણને નેટ ? તજ પદવી કો ગુરુ પરસાદ, પામી વેષ ભણી ગ્રથનાદ; મુખરાઇથી વશી કરી લોગ, લખે ઇંદ્ર પદ દુરગતિ જોગ. ૨૨૫ ૨૨૬ ૨૨૭ ૨૨૮ ૨૨૯ ૨૩૦ ૨૩૧ ૧. મુશ્કેલ.
SR No.022283
Book TitleAdhyatma Kalpdrum
Original Sutra AuthorN/A
AuthorTattvaprabhvijay
PublisherJinprabhsuri Granthmala
Publication Year2016
Total Pages398
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy