________________
परिशिष्ट-१
સદેશતા કથન.
જે સગલું ઇંદ્રિયસુખ થાય, નર સુર ઇંદ તણઇ સુખ માય; બિંદુપરે સમતા પૂરેસરે, તે જાણી આદર ચિત્ત ધરે.
સમતાશ્રય ફળ કથન.
અદીઠ વિવિધ કરમ પરકાર, જાણી સહુ જન વચન વિકાર; પરણિત રાખી ઉદાસ ભાવ, મુનિ આસરે અદુઃખ સુખ ઠાવ.
સમતાશ્રય સુખ કથન.
સરવ જંતુ ઉપર ક્ષણ એક, જઉં મન મૈત્રી આણે છેક; તે સુખ પરમ રૂપ ભોગવે, જે ઇહ પરભવ ન થયો કબે. સમતાશ્રિત જીવ લક્ષણ કથન.
જેહ નઈ મિત્ર, ન શત્રુ ન કોઇ, નિજ પર ભાવ ન હોવે સોઈ; ઇંદ્રિયાર્થં ન ૨મે ચિત્ત જાસ, યોગી મુક્તકષાયાવાસ.
સમતા કારણ કથન
મૈત્રી કરી જીઉ જગજંતરું, પ્રમોદ ધરિ જીવ ગુણવંતસું; કરુણા ભવપીડિત જનસંગ, નિરગુણ પરિ ધરિ ઉદાસ રંગ. મૈત્રી સ્વરૂપ કથન.
મૈત્રી પરહિતચિંતા જેહ, પરદુઃખવારણ કરુણા તેહ; પ્રમોદ પરસુખ સંતોષસું, ઉપેક્ષા તે મધ્યગ દોષસું.
મૈત્રી લક્ષણ કથન.
રિવું જે મ કરઉપ કો પાપ, વળી ન લહઉ કોઈ દુઃખતાપ; મુંકાવો ભવથી જગજંત, મતિ એ મૈત્રી કહિયે તંત.
३४५
૬
૯
૧૦
૧૨
૧. પ્રકાર. ૨. જ્યારે. ૩. પરે, ઉપર. ૪. ૧૧ મા શ્લોકની ચોપાઈ લખી નથી તેથી તે સંખ્યા પડી રહે છે; અથવા ૧૧-૧૨ નો બારમી ગાથામાં સમાવેશ થાય છે. ૫. કરવું.
૧૩