SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અિંતરની શુભેચ્છા સાથે| શ્રી પંચાલકજી વિશે એટલું જ જણાવીએ તો ચાલે કે - આ રચના પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાની છે. વિષય સામાન્ય હોવા છતાં, વિશિષ્ટ વ્યક્તિનો સ્પર્શ મળે એટલે ગ્રન્થ અસામાન્ય બની જાય ! કદાચ એટલે જ આ ગ્રંથ અત્યારના ઘણા વિદ્વાનોના અતિપ્રિય ગ્રંથોમાંનો એક છે ! ગ્રંથના મુખ્ય બે વિષયો છે : સાધુધર્મ અને શ્રાવકધર્મ ! વિષય સામાન્ય છે.. વિશેષતા એ છે કે આગમોક્ત પદાર્થોને અહીં સરળ અને રસાળ ભાષામાં સર્વસુલભ બનાવવામાં આવ્યા છે. પ્રશાન્તમૂર્તિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયબોધિરત્નસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન મુનિપ્રવર શ્રી ધર્મરત્નવિજયજી મહારાજે શ્રી પંચાલકજીની આ. યશોભદ્રસૂરિજીની અપ્રગટ વૃત્તિનું અહીં સર્વાંગસુંદર સંપાદન કર્યું છે. અપ્રકાશિત વિવરણ હવે સુલભ બનવાથી શ્રી પંચાલકજીને એક નવતર દૃષ્ટિકોણથી ઉકેલી શકાશે. ગ્રંથોના સંપાદનનું કાર્ય આમ પણ કષ્ટસાધ્ય મનાય છે, જ્યારે અહીં તો હસ્તલિખિત તાડપત્રીય પ્રાચીન પ્રતિઓના આધારે સંપાદન કરવામાં આવ્યું છે. ભિન્ન-ભિન્ન પાઠાંતરોમાંથી શુદ્ધ પાઠને શોધી કાઢવા માટે ઘણી ઘણી સજ્જતા જોઇએ. ઉત્તમ ભાષાજ્ઞાન, પ્રાચીન લિપિબોધ, વિષયોની તલસ્પર્શી સ્પષ્ટતા, ગ્રંથકારની રચનાશૈલીનો પરિચય, અનેક ગ્રંથોનું પરિશીલન, છન્દ: શાસ્ત્રનો સ્પર્શ - આટલું મેળવતાં જ વર્ષો નીકળી જાય – અને એ પણ ધીરજ, ખંત અને લગનથી તમામ શક્તિ કામે લગાડવામાં આવે ત્યારે સંપાદન ક્ષેત્રે સફળતા મળતી હોય છે. મુનિપ્રવરશ્રી પાસે આમાંની મહદંશે સજ્જતા છે. ગ્રંથ-અવલોકનથી વિદ્વાનોને પ્રતીતિ થશે કે, મુનિપ્રવરશ્રી આ સંપાદનને રુચિકર અને દરજેદાર બનાવવામાં સફળ થયા છે. અધ્યયન, અભ્યાસ અને સંશોધનની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી થઈ પડે એ રીતે મુનિપ્રવરશ્રીએ સંપાદિત કરેલા ગ્રંથોની આ શ્રેણીમાં વર્ષોવર્ષ નવાં નવાં નામ ઉમેરાતાં જાય - એવી અંતરની શુભેચ્છા સાથે. મોક્ષરતિ વિજય તીર્થાધિરાજ શ્રી શત્રુંજયગિરિ વિ. સં. ૨૦૬૯ નૂતનવર્ષારંભ
SR No.022282
Book TitlePanchashak Prakaranam
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Sansthanam
Publication Year2014
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy