SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરોની આજ્ઞા છે કે અત્યારે પાંચમા આરો પડતો કાળ હોવાથી સંયમપાલન દુષ્કર છે. વળી, પ્રથમ પ્રતિમાનો અભ્યાસ થાય પછી દીક્ષા થાય એ ક્રમ યોગ્ય છે. જૈનેતર દર્શનોમાં પણ બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ-આ ૪ આશ્રમના ભેદો પ્રસિદ્ધ જ છે. આથી સર્વદર્શનોમાં શ્રેષ્ઠ એવા જિનાગમનું આલંબન લેનારા દીક્ષાર્થીએ પ્રતિમાનો અભ્યાસ કરવો જોઈએ. આવા અનેક વિષયો આ પંચાશકમાં આવરી લેવાયા છે. ૧૧. સાધુધર્મવિધિ પંચાશક : જેનામાં ચારિત્ર હોય તે સાધુ કહેવાય. ચારિત્ર સામાયિકાદિ પાંચ પ્રકારનું છે, તે પણ જ્ઞાન-દર્શનથી યુક્ત હોય તેનામાં જ હોય છે. જ્ઞાન ગુરુપારતથી આવે છે. સ્વાધ્યાય-ધ્યાનાદિ કરવા અને હિંસાદિ ન કરવા એમ વિધિ-પ્રતિષેધથી યુક્ત અને જિનવચન પ્રમાણે થતાં જ શુભ અનુષ્ઠાનોનું પાલન સાધુધર્મ છે. અજ્ઞાની શિષ્યને ગુરુકુલવાસથી શુભ અનુષ્ઠાન થાય. = જિનાજ્ઞાના પાલનમાં ચારિત્ર છે, આથી જિનાજ્ઞાનો ભંગ થતાં સર્વક્રિયાનો ભંગ જ થાય છે માટે જિનાજ્ઞારહિત અનુષ્ઠાનપાલન નિરર્થક છે જે મોક્ષ પ્રકૃષ્ટ અર્થ છે. તેનું સાધન ધર્મ છે, ધર્મનો ઉપાય ગુરુકુલવાસ છે. માટે જ “ગુરુકુલવાસ ન છોડવો” આ સર્વપ્રધાન આજ્ઞાને ગણધર ભગવાન શ્રીસુધર્માસ્વામીએ શ્રીઆચારાંગ સૂત્રમાં સર્વ આચારોના વર્ણનમાં સર્વપ્રથમ જણાવી છે ભાવચારિત્રી નિકટમાં મુક્તિગામી સાધકો ગુરુકુળત્યાગ આદિ અયોગ્ય પ્રવૃત્તિ કરતા નથી. ગુરુકુલમાં વસવાથી સાધુને જ્ઞાનપ્રાપ્તિ થાય, દર્શન અને ચારિત્રમાં અત્યંત સ્થિર થાય. ક્ષમાદિ ૧૦ પ્રકારનો સાધુધર્મ તથા વૈયાવચ્ચાદિ અનેક ગુણોની પ્રાપ્તિ થાય. ગુરુકુલવાસનું સમર્થન કુલવધુ, કન્યા વગેરે ઉદાહરણોથી કર્યું છે. જે ગુરુકુલવાસનો ત્યાગ કરીને એકલા વિચરવાથી અગીતાર્થ સાધુ પાપનો ત્યાગ અજ્ઞાન હોવાથી કરી શકશે નહી, એકલાને સ્ત્રી-કૂતરો-શત્રુ દ્વારા ઉપઘાત થતા મહાવ્રત અને ભિક્ષા સમ્બન્ધી અનેક દોષો લાગે છે તથા ગુરુલઘુભાવને નહિ જાણતા, કદાગ્રહથી અનુષ્ઠાન કરનારા પ્રવચનની નિંદાનું કારણ બને છે. તે દુષ્કર તપ કરે તો પણ ગુરુની અવજ્ઞાવાળા હોવાથી જિનાજ્ઞા વગરના કાગડા જેવા અધમ જાણવા. તેમનું બહુમાન-પક્ષપાત કરવાથી ઉન્માર્ગની અનુમોદના થાય,તથા આજ્ઞાભંગ અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના વગેરે દોષો લાગે. આ પંચાશક આવા અનેક પદાર્થોથી ભરપૂર છે. ૧૨. સાધુ સામાચારી પંચાશક : સાધુની સામાચારી દશ પ્રકારે હોય છે. (૧) ઇચ્છાકાર (૨) મિથ્યાકાર (૩) તથાકાર (૪) આવશ્યકી (૫) નૈષેબિકી (૬) આપૃચ્છના (21
SR No.022282
Book TitlePanchashak Prakaranam
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Sansthanam
Publication Year2014
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy