SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર્મિક નાટકો પણ કરવા જેથી સંવેગભાવ પેદા થાય. આ રીતે મહોત્સવનો વિધિ કહ્યો. તેના માટે આગમિક વિધિ પણ જણાવી તે સમયે અમારિપ્રવર્તન કરાવવું. તેના ગુણોનું પણ વર્ણન કર્યું જેથી લોકોને બોધ પ્રાપ્ત થાય. જ્યારે વિશેષ રીતે અમારી પ્રવર્તન ન થઈ શકે તો પૂર્વના મહાપુરુષો ઉપર બહુમાન ભાવ કેળવવો. આવા મહોત્સવ પરમાત્માના પાંચ કલ્યાણકોના દિવસોમાં કરવો જોઈએ તેમાં ચરમતીર્થપતિ અનંતઉપકારી શ્રી મહાવીરસ્વામી પરમાત્માના કલ્યાણકોએ વિશેષથી મહોત્સવ કરવો જોઈએ કેમકે વર્ધમાનસ્વામી આસન્નઉપકારી છે આવા મહોત્સવ દ્વારા (૧) તીર્થકર બહુમાન (૨) પૂર્વાચાર્યના આચારોનો અભ્યાસ (૩) દેવેન્દ્રોનું અનુકરણ (૪) લોકમાં ગંભીર પ્રરૂપણા (૫) પ્રવચનનો વર્ણવાદ (૬) માર્થાનુસારી ભાવ પેદા થાય છે આવી ઘણીબધી યાત્રાસંબંધી વિશેષતા આ પંચાશકમાં વર્ણવાયેલી છે. ૧૦. ઉપાસક પ્રતિમાવિધિ પંચાશક : શ્રુતકેવલી શ્રીભદ્રબાહુસ્વામીએ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ શ્રીદશાશ્રુતસ્કંધનામના આગમમાં વિસ્તારથી વર્ણવી છે. તેના નામો (૧) દર્શન (૨) વ્રત (૩) સામાયિક (૪) પૌષધ (૫) પ્રતિમા–કાયોત્સર્ગ (૬) અબ્રહ્મવર્જક (૭) સચિત્તવર્જક (૮) આરંભવર્જક (૯) પ્રેષ્યવર્જક (૧૦) ઉદ્દિષ્ટવર્જક (૧૧) શ્રમણભૂત-સાધુ જેવો. તે ૧૧ પ્રતિમાઓનું અત્રે વર્ણન કર્યું છે તેમાં જે વિશેષ છે તે કિંચિત્ અહીં બતાવીએ છીએ. વિશેષથી કામ ઉપર વિજય મેળવનાર શ્રાવક છઠ્ઠી અબ્રહ્મવર્જન પ્રતિમામાં સ્થિરચિત્તવાળો બનીને રાત્રે પણ અબ્રહ્મનો સર્વથા ત્યાગ કરે. ચિત્તની સ્થિરતા પામવાના ઉપાયો (૧) શૃંગારરસની કથા ન કરે. (૨) સ્ત્રીની સાથે એકાંતમાં ન રહે. (૩) સ્ત્રીની સાથે અતિપરિચયનો ત્યાગ કરે. (૪) શરીરની વિશિષ્ટ વિભૂષા ન કરે. = આઠમી પ્રતિમામાં શ્રાવક સ્વયં આરંભનો ત્યાગ કરે, જેથી જિનાજ્ઞાનું પાલન થાય તથા સ્વયં આરંભનો ત્યાગ કરવામાં આંતરિક સામર્થ્યનું પાલન થાય છે. આથી, યોગ્યજીવનો સ્વયં આરંભનો ત્યાગ અવશ્ય હિતકર છે. નવમી પ્રતિમાને વહન કરનારો શ્રાવક નોકરો પાસે પણ ખેતી વગેરે મહાન આરંભ કરાવતો નથી. સંતોષી ધનવાન કે અતિશયસંતોષી ગરીબ નોકરો પાસે પણ આરંભ ન કરાવવાનો નિયમ કરી શકે છે. આ રીતે અગિયાર પ્રતિમાનો અભ્યાસ કર્યા પછી જો પોતાની યોગ્યતા જણાય તો ગીતાર્થ ગુરુની પાસે દીક્ષાની માંગણી કરે ત્યારે ગીતા મુમુક્ષુને તે કોણ છે? ક્યાંથી આવ્યો છે? શા માટે દીક્ષા લે છે ? ઇત્યાદિ પ્રશ્નો પૂછવા. પૃચ્છામાં શુદ્ધ જણાય તો દીક્ષાનું સ્વરૂપ કહેવું. આ રીતે પ્રશ્ન, કથન અને પરીક્ષાથી જે વિશુદ્ધ જણાય તેને દીક્ષા આપવી એમ
SR No.022282
Book TitlePanchashak Prakaranam
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Sansthanam
Publication Year2014
Total Pages362
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy