SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ છવ્વીસમી છત્રીસી હવે છવ્વીસમી છત્રીસી કહે છે - શબ્દાર્થ - બાવીસ પરીષહોને સહન કરવા વડે અને અંદરની ચૌદ ગાંઠોને છોડવા વડે – આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૨૭) પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં પરીષહોની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે, “માર્ગને નહીં છોડવા માટે અને નિર્જરા કરવા માટે સંપૂર્ણ રીતે સહન કરાય તે પરીષહ.” (૬૮૫ શ્લોકની વૃત્તિ) પરીષહો બાવીસ છે. તે આ પ્રમાણે – ૧ સુધાપરીષહ, ર પિપાસાપરીષહ, ૩ શીતપરીષહ, ૪ ઉષ્ણપરીષહ, ૫ દેશમશકપરીષહ, ૬ ના પરીષહ, ૭ અરતિપરીષહ, ૮ સ્ત્રી પરીષહ, ૯ ચર્યાપરીષહ, ૧૦ નિષદ્યાપરીષહ, ૧૧ શવ્યાપરીષહ, ૧૨ આક્રોશપરીષહ, ૧૩ વધપરીષહ, ૧૪ યાચનાપરીષહ, ૧૫ અલાભપરીષહ, ૧૬ રોગપરીષહ, ૧૭ તૃણસ્પર્શપરીષહ, ૧૮ મલપરીષહ, ૧૯ સત્કારપુરસ્કાર પરીષહ, ૨૦ પ્રજ્ઞાપરીષહ, ૨૧ અજ્ઞાનપરીષહ અને ૨૨ દર્શનપરીષહ. ઉત્તરાધ્યયનસૂત્રના બીજા અધ્યયનમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે કાશ્યપ ગોત્રવાળા શ્રમણ ભગવાન મહાવીરે જે તારા વડે પૂછાયા હતા તે આ (હૃદયમાં પ્રત્યક્ષ રહેલા) બાવીસ પરીષહો કહ્યા છે જેમને સાંભળી, જાણી, પરિચિત કરી, સર્વથા તેમનું સામર્થ્ય હણીને ભિક્ષાચર્યા માટે જતો તે પરીષહોથી સ્પર્ધાયેલો સાધુ પોતે હણાતો નથી. તે આ પ્રમાણે – (૧) બુભક્ષાપરીષહ - અસંયમના ડરને લીધે આહારને રાંધવા વગેરેની ઇચ્છાને અટકાવવા વડે અત્યંત આકુળપણાનું કારણ એવી ભૂખ બધી રીતે સહન કરાય તે બુભક્ષાપરીષહ. (૨) પિપાસાપરીષહ- પીવાની ઇચ્છા તે પીપાસા. તે જ પરીષહ તે પીપાસાપરીષહ.
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy