________________
૮૪૮
એક પ્રકારનું મિથ્યાત્વ તે હોય છે.
કહ્યું છે કે - “આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ એમ મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે.' (પંચ-સં. ૧૮૬)
આંતરશ્લોકો કહે છે -
મિથ્યાત્વ એ મહારોગ છે, મિથ્યાત્વ મહાઅંધકાર છે, મિથ્યાત્વ મોટો શત્રુ છે, મિથ્યાત્વ મહાવિષ છે. રોગ, અંધકાર અને ઝેર જન્મની અંદર એક વખત દુઃખ આપનાર થાય, પરંતુ મિથ્યાત્વ રોગની ચિકિત્સા કરવામાં ન આવે તો હજારો ભવો સુધી તેની વેદના ભોગવવી પડે છે. ગાઢમિથ્યાત્વથી ઘેરાયેલ ચિત્તવાળા જીવો તત્ત્વ અને અતત્ત્વનો ભેદ જાણતા નથી. જે જન્મથી અંધ હોય, તે કોઈ પણ વસ્તુની મનોહરતા કે અમનોહરતા સ્પષ્ટ રીતે કેવી રીતે જાણી શકે?” (૨/૩)
જો કે મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે, છતાં પણ અહીં સામાન્યથી તે એક પ્રકારનું કહ્યું
ગુરુ આ મિથ્યાત્વને બધી રીતે ત્યજે છે. આમ છત્રીસ ગુણોરૂપી અલંકારોથી અલંકૃત થયેલ ગુરુ વિરાજે. (૨૫)
આમ ચોવીસમી છત્રીસી સમાપ્ત થઈ.
+
बाहुल्लेणं लोओ पेच्छइ नयणेहिं नेव हियएणं । तेणं विसएहितो कहं विरत्तो कुणउ धम्मं ? ॥
ઘણું કરીને લોકો આંખથી જુવે છે, હૃદયથી નથી. તેથી વિષયોથી વિરક્ત થઈને શી રીતે ધર્મ કરે ? जं आसि धम्मबीयं पुव्वभवे वावियं तए जीव !। तं इह लुणासि संपइ वावियमिहि लुणसि अग्गे ॥ | હે જીવ! તેં પૂર્વભવમાં જે ધર્મબીજ વાવેલું તેને તું હાલ અહીં લખે છે, અહીં વાવેલું તું આગળ લણીશ. इंदियलोलो को वि हु वट्टइ सहाइएसु विसएसुं। तह वि हु न होइ तित्ती तण्ह च्चिय वित्थड नवरं ॥
ઇન્દ્રિયોમાં લોલુપ કોઈ જીવ શબ્દ વગેરે વિષયોમાં વર્તે છે. છતાં પણ તેને તૃપ્તિ થતી નથી, પણ તેની તૃષ્ણા જ વધે છે.