SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પ્રકારના ગ્રામૈષણાદોષો ૮૩૫ ત્યારે બાહ્ય ઉપકરણ સંયોજના થાય છે. વસતિમાં આવીને પરિભોગ કરે ત્યારે અત્યંતર ઉપકરણ સંયોજના થાય છે. ઇત્યાદિ પણ અધ્યાહારથી સમજી લેવું. અહીં મૂળગાથામાં જે “રહેતોઃ' એવું વિશેષણ મૂક્યું, એનાથી આ અર્થ ફલિત થાય છે કે, કારણસર = રસગૃદ્ધિના અભાવે સંયોજના અનુજ્ઞાત પણ છે. તે આ રીતે કે, રોગી સાધુને અથવા જે સાધુને આહાર ઉપર અરૂચી થઈ હોય એને તથા “પ્રધાનડડાર = શ્રેષ્ઠ આહારને ઉચિત એવા રાજપુત્રાદિ સાધુને, તથા સાધુને ઉચિત એવા સંયોગરહિત આહારથી હજુ પણ સમ્ય રીતે ભાવિત ન થયેલ હોય એવા શૈક્ષક સાધુને, આ સંયોજના અનુજ્ઞાત છે. કારણ કે તેઓને શાલનકાદિ વિના આહાર રૂચતો જ નથી. (૯૪) અવતરણિકા - આ પ્રમાણે સંયોજનાની વાત કરી. હવે “yTM-તિક્રમ' દોષને કહેવાની ઇચ્છાથી કહે છે – શબ્દાર્થ - fધરૂવત = ચિત્તનું સ્વાથ્ય અને શારીરિકબળ, સંગમળો = સંયમનાં વ્યાપારો, વેણ = જેટલો આહાર કરવા વડે, હાયંતિ = ઓછા ન થાય, સંપ = તે દિવસે, પણ વા = અથવા બીજે દિવસે, તે = તેટલું, શાહરપાળ = આહારનું પ્રમાણ, ગટ્સ = સાધુનું, તે તેથી વધારે, વિન્ટેસન્ન = કુલેશ આપનારું છે. (૯૫). ગાથાર્થ - જે આહાર કરવા વડે સાધુના જ્ઞાનાભ્યાસમાં, વૈયાવૃજ્યાદિ કરવા માટે શારીરિક બળમાં અને પડિલેહણ-પ્રમાર્જના વગેરે સંયમના યોગોમાં તે દિવસે અથવા બીજા દિવસે આહાર કરતાં સુધીમાં હાનિ ન પહોંચે તે સાધુના આહારનું પ્રમાણ કહેવાય અને તેનાથી જે અધિક વાપરવામાં આવે તે ક્લેશ ફલવાળો અર્થાત્ પ્રમાણાતિરિક્ત દોષવાળો તે આહાર શરીરને પીડા કરનારો બને છે. (૯૫) ધૃતિ, બળ, સંયમયોગો જેનાથી હાનિ ન પામે તેટલું પ્રમાણસર ભોજન કરવું - ટીકાર્થ - “fધ = ધૃતિ' = ચિત્તની સ્વસ્થતા. ઉપલક્ષણથી જ્ઞાનાદિની વૃદ્ધિ જાણવી. વત' = બળ = વૈયાવચ્ચ વગેરે કરી શકે એવું શરીરનું સામર્થ્ય. “સંગમનો ' = “સંયમય:' = સંયમના યોગો. અર્થાતુ ચારિત્રનાં સાધક પડિલેહણ, પ્રમાર્જન વગેરે સાધુના વ્યાપારો = ક્રિયાઓ. આ બધાનો દ્વસમાસ કરવાથી ધૃતિવનસંયમયોr:' થાય છે. તે યોગો, “ળ” = “યેન' જેના દ્વારા, એટલે કે જેટલા પ્રમાણમાં અશનાદિના ઉપભોગ દ્વારા, “ હાયંતિ' = “ હીયને હાનિ ન પામે, પરંતુ નવરત’ = સતત ઊંચે જ ચઢે એમ અધ્યાહારથી લેવું. “હાનિ ન પામે એવું ક્યારે બને? તે કહે છે, “સંપ = “સંપ્રતિ' ભોજન લીધા બાદ તે જ દિવસે. “વા' = અથવા “પા” = ‘’ આગામી દિવસે = બીજા દિવસે,
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy