________________
૮૩૪
પાંચ પ્રકારના ગ્રામૈષણાદોષો એ પ્રથમ પ્રકારની બાહ્ય દ્રવ્યસંયોજના થઈ.
(B) જો બન્નેની પ્રાપ્તિ થતી હોય. અર્થાત્ કૂર કે દૂધ અને દહીં, ગોળની પણ પ્રાપ્તિ થતી હોય, અથવા મડકાદિ અને ઘી આદિની પણ પ્રાપ્તિ થતી હોય, ત્યારે અલગ અલગ પાત્રોમાં એ સાધુ સ્થાપે. “હમણાં જ સંયોજન કરાયેલા દ્રવ્યો જો ભોજનવેળા સુધી ધારી રાખવામાં આવશે તો એ વિરૂ૫ = વિરસ થઈ જશે, એટલે ભોજન કરતી વેળાએ જ સંયોજન કરીશ.” એમ વિચારીને મેળવેલ દૂધ વગેરે વસતિની બહાર જ અલગ અલગ ભાજનોમાં = પાત્રોમાં ગ્રહણ કરે. આ બીજા પ્રકારની બાહ્ય દ્રવ્યસંયોજના થઈ.
અત્યંતરદ્રવ્યસંયોજનાના ત્રણ પ્રકારો - હવે અત્યંતરદ્રવ્યસંયોજનાની વાત જણાવતાં કહે છે.
અત્યંતરદ્રવ્યસંયોજના ત્રણ પ્રકારે છે (૧) પાત્રકસંબંધી (૨) કવલ = કોળીયાસંબંધી. (૩) મુખસંબંધી.
આ ત્રણ પ્રકારની સંયોજના વસતિમાં આવ્યા બાદ કરે છે માટે “અત્યંતર' કહેવાય
(૧) ભોજન સમયે જે “સુમરિ’િ સુકુમારિકાદિ = રોટલીવિશેષ જે ખંડ = ખાંડ આદિ સાથે રૂચે તે સુકુમારિકાદિને તે જ ખાંડ વગેરેની સાથે એક જ પાત્રમાં રસની વૃદ્ધિથી સંયોજીને સ્થાપે. આ પ્રથમ પ્રકારની અત્યંતર સંયોજના છે.
(૨) જ્યારે, “તથાભૂત' = તે જ સુકુમારિકાદિને તે જ ખાંડ વગેરેની સાથે કોળીયા રૂપે કરે. આ બીજા પ્રકારની સંયોજના છે.
(૩) જ્યારે, તે સુકુમારિકાદિને મોઢામાં નાંખીને, તે ઉપર બીજું કાંઈક = તે પ્રકારનું જ ખાંડ વગેરે તેની ઉપર નાંખે. આ ત્રીજા પ્રકારની અત્યંતર સંયોજના છે.
સાર આ થયો કે, વસતિની બહાર દ્રવ્યસંયોજનમાં બાહ્ય દ્રવ્યસંયોજન કહેવાય છે. તથા, વસતિમાં આવીને રસમાટે તે સંયોજના કરાય છતે અત્યંતર દ્રવ્ય સંયોજન કહેવાય છે.
બહાર અને અંદર ઉપકરણની સંયોજના, તથા સંયોજનાની અનુજ્ઞા ક્યારે? –
અહીં પિંડનો અવસર હોવાથી પિંડસંબંધી સંયોજના બતાવી છે. પરંતુ બીજા પ્રકારની સંયોજના પણ સંભવે છે. તે આ રીતે કે,
ઉપકરણની ગવેષણા કરતો સાધુ, ચોલપટ્ટાની પ્રાપ્તિમાં વિભૂષા = નીચે અને ઉપરનાં કપડાની સરખામણી = સમાનતા માટે બીજું કપડું માંગીને પહેરે = પરિભોગ કરે