SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૯ દસ પ્રકારના એષણાદોષો (૭) પંડક - નપુંસક. (૮) મત્ત- દારૂના નશાવાળો. (૯) કૂણિક - કુન્જ. (૧૦) ખંજ - પગ વિનાનો (૧૧) વરિત - રોગી (૧૨) ખાંડતો - ખાંડણી-દસ્તાથી જે સચિત્તને ખાંડતો હોય તે. (૧૩) પીસતો - પથ્થર ઉપર તલ, મીઠું, જીરુ વગેરે પીસતો હોય તે. (૧૪) લોઢતો - યંત્રથી કપાસના બીજ કાઢતો હોય તે. (૧૫) પિંજતો - પિંજવા વડે રૂને કોમળ બનાવતો હોય તે. (૧૬) કાંતતો - રૂની પૂણીઓમાંથી દોરા બનાવતો હોય તે. (૧૭) વિલોક - બે હાથથી વારંવાર રૂને સૂક્ષ્મ કરતો કે દહીં વગેરેને મથતો. (૧૮) રજસ્વલા - માસિક કાળમાં હોય તે. (૧૯) સબાલા - સ્તનપાન કરતા બાળકવાળી. (૨૦) ગર્ભિણી - આઠ મહિનાના ગર્ભવાળી. (૭) ઉન્મિશ્ર - આપવા યોગ્ય એવી સાકર વગેરે વસ્તુ આપવા માટે અયોગ્ય એવા સચિત્ત દાણા વગેરેની સાથે એક કરીને અપાય તે ઉન્મિશ્ર દોષ છે. અહીં એક કરવું એટલે માત્ર ભેગું કરવું. આ દોષમાં પણ ચાર ભાંગા છે – (૧) સચિત્તની સાથે સચિત્ત મિશ્ર. (૨) અચિત્તની સાથે સચિત્ત મિશ્ર. (૩) સચિત્તની સાથે અચિત્ત મિશ્ર. (૪) અચિત્તની સાથે અચિત્ત મિશ્ર. આમાં પહેલા ત્રણ ભાંગા ન કલ્પ, ચોથો ભાંગો શુદ્ધ છે. (૮) અપરિણત - આપવાની વસ્તુ અચિત્ત ન હોય તે. અથવા સંઘાટક બે સાધુમાંથી એક સાધુને અશન વગેરે નિર્દોષ લાગે અને બીજાને સદોષ લાગે છે. (૯) લિસ - મધ, દહી, દુધ, છાશ વગેરેથી ખરડાયેલું આપે તે લિમ દોષ છે. (૧૦) છર્દિત - ભૂમિ ઉપર ઢોળતા ઢોળતા વહોરાવેલું ગ્રહણ કરાય તે છર્દિત દોષ છે. આ છર્દિત દોષ મળવાથી પૂર્વે કહેલા બેતાલીસ દોષ થાય છે. અહીં વારક મંત્રીની કથા પૂર્વે કહી જ છે. સોળ ઉદ્ગમના દોષો ગૃહસ્થને લીધે થાય છે, કેમકે પ્રાયઃ ગૃહસ્થો
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy