SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ દસ પ્રકારના એષણાદોષો હવે ગવેષણાના દસ દોષો કહેવાય છે - (૧) શંકિત દોષ - આધાકર્મ વગેરે દોષોની શંકા હોતે છતે પિંડ ગ્રહણ ક૨વામાં એટલે શંકિત પિંડ ગ્રહણ કરવામાં શંકિત દોષ થાય છે. એના ચાર ભાંગા છે. તે આ પ્રમાણે - (૧) ગ્રહણ કરતી વખતે શંકા હોય અને વાપરતી વખતે શંકા હોય. (૨) ગ્રહણ કરતી વખતે શંકા ન હોય અને વાપરતી વખતે શંકા હોય. (૩) ગ્રહણ કરતી વખતે શંકા હોય અને વાપરતી વખતે શંકા ન હોય. (૪) ગ્રહણ કરતી વખતે શંકા ન હોય અને વાપરતી વખતે શંકા ન હોય. (૨) પ્રક્ષિત દોષ - સચિત્ત-અચિત્ત મહુડા વગેરે વસ્તુઓના યોગથી ચોપડેલું એવું ક્ષિત બે પ્રકારનું હોય છે. સચિત્તથી લેપાયેલ હાથ વગેરે તે પ્રક્ષિત છે. (૩) નિક્ષિપ્ત દોષ - ત્રસસ્થાવર જીવો ઉપર મૂકેલું અચિત્ત પણ નિક્ષિપ્ત છે. બેઇન્દ્રિય વગેરે ત્રસ છે. એકેન્દ્રિય એ સ્થાવર છે. – (૪) પિહિત દોષ - સચિત્ત-અચિત્તથી ઢાંકેલું તે પિહિત. એમાં ચાર ભાંગા છે - (૧) સચિત્તથી ચિત્ત ઢાંકેલું હોય. (૨) અચિત્તથી ચિત્ત ઢાંકેલું હોય. (૩) સચિત્તથી અચિત્ત ઢાંકેલું હોય. (૪) અચિત્તથી અચિત્ત ઢાંકેલું હોય. તેમાં ત્રણ ભાંગા અશુદ્ધ છે. ચોથા ભાંગામાં ભારે-હલકાના ચાર ભાંગા છે. તે પિંડવિશુદ્ધિમાંથી જાણવા. ગ્રન્થનો ગૌરવ થવાથી અહીં લખ્યા નથી. (૫) સંહત દોષ - ભાજનમાં રહેલ માટી, પાણી, ફોતરા વગેરે આપવા માટે અયોગ્ય વસ્તુ કે આપવા નહીં ઇચ્છાયેલ વસ્તુ વાટકી વગેરે વાસણમાંથી પૃથ્વીકાય વગેરે ઉ૫૨ ખાલી કરીને જ તે ખાલી થયેલ વાસણથી વહોરાવે તે સંહત દોષ. (૬) દાયક દોષ - આવા પ્રકારના દાયક વડે અપાયેલું હોય તે દાયક દોષ - (૧) નિગડિત - લોઢાના પગના બંધન વગેરેથી બંધાયેલ. (૨) કાંપતો - જેનું શરીર કંપતું હોય તે. (૩) પાદુકારૂઢ - લાકડા વગેરેના પગરખા પહેરેલ. (૪) બાળક - બાળક એટલે સમજણ વિનાનો અથવા છઠ્ઠીનું ધાવણ પીતો હોય તે. (૫) સ્થવિર - સીત્તેર વર્ષની ઉપરની ઉંમરનો ઘરડો. (૬) અંધ - દષ્ટિ વિનાનો.
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy