SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તુત કુલકનો ઉપસંહાર ૧૧૪૧ ગુરુ બહુમાન એ જ મોક્ષ છે, કેમકે ગુરુબહુમાન એ મોક્ષનું અવંધ્ય કારણ છે. ગુરુબહુમાનથી પરમગુરુ(પરમાત્મા)નો સંયોગ થાય છે. પછી શંકા વિના સિદ્ધિ થાય છે.' ગુરુની આશાતના કરનારા ગોશાળો, જમાલી વગેરેની જેમ સંસારમાં ભમે છે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે - આચાર્ય ભગવંત અપ્રસન્ન થવા પર અબોધિ (સમ્યક્ત્વનો અભાવ) થાય છે અને આશાતના થવાથી મોક્ષ થતો નથી. તેથી મોક્ષના અભિલાષી સાધુએ ગુરુને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવો. (૯/૧/૧૦) ગુરુબહુમાન એ મોક્ષનું અવંધ્ય કારણ છે. ગુરુબહુમાન એ મોક્ષનું સાધકતમ કારણ છે. ગુરુબહુમાન એ મોક્ષનું અનન્યથાસિદ્ધ કારણ છે. બીજા કારણો હોવા છતાં પણ ગુરુબહુમાન હોતે છતે જ મુક્તિ થાય છે, ગુરુબહુમાન ન હોવા પર મુક્તિ થતી નથી. ગુરુબહુમાન હોતે છતે અન્ય કારણો હોય કે ન હોય, મોક્ષ થાય છે. આમ સિદ્ધિની સિદ્ધિ માટે ગુરુબહુમાન ખૂબ આવશ્યક છે. ગુરુબહુમાનનું માહાસ્ય જાણવા રત્નસિંહસૂરિજીએ રચેલ શ્રીધર્માચાર્યબહુમાનકુલક અને મેં રચેલ તેની વૃત્તિ જોવા. વૃત્તિ સહિત આ કુલકને ભણીને બધા ગુરુનું માહાસ્ય જાણીને પોતાના હૃદયમાં ગુરુબહુમાનને પ્રતિષ્ઠિત કરીને શીધ્ર પરમપદને પામો એમ હું ઇચ્છું છું. (૪૦) वह-मारण-अब्भक्खाणदाण-परधणविलोवणाईणं। सव्वजहन्नो उदओ, दसगुणिओ इक्कसि कयाणं ॥ तिव्वयरे उ पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज्ज विवागो बहुतरो वा ॥ વધ, મારણ, આળ આપવું, બીજાનું ધન હરવું વગેરે એકવાર કરાયેલાનો સૌથી ઓછો ઉદય દસગણો છે, અતિ તીવ્ર પ્રક્વેષ થવા પર સોગણો, લાખ-કરોડગણો, કરોડ કરોડગણો કે તેથી પણ વધુ ઉદય છે. जाणइ अ जहा भोगिड्डिसंपया सव्वमेव धम्मफलं । तह वि दढमूढहियओ, पावे कम्मे जणो रमई ॥ લોકો જાણે છે કે ભોગ-ઋદ્ધિની સંપત્તિ એ બધુ જ ધર્મનું ફળ છે, છતાં દઢ રીતે મૂઢ હૃદયવાળા થઈને તેઓ પાપકાર્યોમાં રમે છે.
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy