________________
૧૧૨૪
પચીસ ભાવનાઓ આ બત્રીસ યોગસંગ્રહ થયા. (૧૨૭૯)
(સટીક આવશ્યકસૂત્રનિર્યુક્તિના મુનિશ્રી આર્યરક્ષિતવિજયજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
ગુરુ આચરણા, સંભાષણા, વાસના અને પ્રવર્તના રૂપ ચાર પ્રકારના ભાવોથી યુક્ત હોય છે. આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. (૬૩૭) -
આ શ્લોકનો ભાવાર્થ ઓગણત્રીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૩૮) આ શ્લોકનો ભાવાર્થ ત્રીસમી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યો છે. (૬૩૯) આ શ્લોકનો ભાવાર્થ એકત્રીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૪૦) આ શ્લોકનો ભાવાર્થ બત્રીસમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યો છે. (૬૪૧) આ શ્લોકનો ભાવાર્થ તેત્રીસમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યો છે. (૬૪૨) આ શ્લોકનો ભાવાર્થ ચોત્રીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૪૩) આ શ્લોકનો ભાવાર્થ પાંત્રીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૪૪)
ગુરુ પાંચ મહાવ્રતોની પચીસ ભાવનાઓ ભાવે છે. તેમનું સ્વરૂપ શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં અને આવશ્યક સૂત્રનિર્યુક્તિ વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે -
“આ પાંચ ગાથાઓની વ્યાખ્યા આ પ્રમાણે જાણવી - પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ
(૧) ઇર્યા એટલે ગમન. તેને વિશે જે સમિત તે ઇર્યાસમિત. ઇર્યાસમિતિ અર્થાત્ ચાલતી વખતે સમ્ય રીતે સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ ઉપર દૃષ્ટિ સ્થાપીને ચાલવું તે પ્રથમ ભાવના છે, કારણ કે ઇર્યામાં અસમિત સાધુ જીવોની હિંસા કરનારો બને છે. (તેથી ઇર્યાસમિતિમાં) સર્વકાળ ઉપયોગવાળો થાય.
(૨) આહાર-પાણીને જોઈને વાપરે, કારણ કે જોયા વિના વાપરનારો સાધુ જીવોની હિંસા કરનારો થાય. માટે જોઈને વાપરવું તે બીજી ભાવના. આ જ પ્રમાણે આગળ પણ અક્ષરાર્થ કરવો. (અર્થાત્ આ ત્રીજી ભાવના, આ ચોથી ભાવના વગેરે જાતે સમજી લેવું.)
(૩) (અવિધિથી પાત્રા વગેરેનું ગ્રહણ-મોચન કરવું તે આગમમાં પ્રતિષિદ્ધ છે. તેથી) સાધુ આવા પ્રતિષિદ્ધ ગ્રહણ-મોચનની જુગુપ્સા કરે અર્થાત્ અવિધિથી ગ્રહણ-મોચન કરે નહીં, કારણ કે જુગુપ્સા નહીં કરનાર (અર્થાતુ અવિધિથી ગ્રહણ-મોચન કરનાર) જીવોની