________________
બત્રીસ યોગસંગ્રહો
૧૧૨૩ (૧૪) આચારોપગઃ માયા કરવી નહીં. પૂર્વે આર્જવદ્વાર પરિણામરૂપ હતું, અહીં આ દ્વાર આચરણરૂપ છે એટલો તફાવત જાણવો.)
(૧૫) વિનયોપગઃ અહંકાર કરવો નહીં. (૧૨૭૬). (૧૬) ધૃતિમતિ ધૃતિ (=અવિચલિતતા) પ્રધાન મતિ કરવી. (અર્થાત્ દીનતા ન કરવી.) (૧૭) સંવેગ સંવેગ = મોક્ષાભિલાષ ધારણ કરવો. (૧૮) પ્રસિધિઃ માયા કરવી નહીં. (૧૯) સુવિધિઃ સારી રીતે વિધિનું પાલન કરવું.
(૨૦) સંવરઃ સંવર કરવો અર્થાત્ કર્મોને આવતા અટકાવવા, પરંતુ સંવર ન કરવો એવું નહીં. અહીં વ્યતિરેક ઉદાહરણ જણાવશે.
(૨૧) આત્મદોષપસંહારઃ પોતાના દોષોનો અંત લાવવો.
(૨૨) સર્વકામવિરક્તતાઃ બધી જ ઇચ્છાઓથી વિરામ પામવાની ભાવના ભાવવી. (૧૨૭૭)
(૨૩-૨૪) પચ્ચકખાણઃ મૂળગુણ અને ઉત્તરગુણવિષયક પ્રત્યાખ્યાન કરવું.
(૨૫) વ્યત્સર્ગઃ વિવિધ પ્રકારનો ઉત્સર્ગ = ત્યાગ તે વ્યુત્સર્ગ. દ્રવ્ય-ભાવભેદવાળો વ્યુત્સર્ગ કરવા યોગ્ય છે. (તેમાં અશુદ્ધ આહાર વગેરેનો જે ત્યાગ તે દ્રવ્યબુત્સર્ગ. ક્રોધાદિનો જે ત્યાગ તે ભાવવ્યુત્સર્ગ.)
(૨૬) અપ્રમાદઃ પ્રમાદ કરવો નહીં. | (૨૭) લવાલવ: એ કાલનું ઉપલક્ષણ છે એટલે ક્ષણે ક્ષણે સામાચારીનું પાલન કરવું જોઈએ. અર્થાત જે સામાચારીનો ક્રિયાનો જે સમય હોય તે સમયે તે સામાચારી આચરવી.
(૨૮) ધ્યાનસંવરયોગઃ ધ્યાનરૂપ સંવર માટેનો યોગ (એટલે કે ધ્યાન) કરવા યોગ્ય છે.
(૨૯) મારણાંતિક વેદનાનો ઉદય મારણાંતિક વેદનાનો ઉદય થવા છતાં પણ ક્ષોભ ન કરવો અર્થાત્ આકુળ-વ્યાકુળ ન થવું. (૧૨૭૮)
(૩૦) સંગોની પરિક્ષાઃ સંગોની શપરિજ્ઞા અને પ્રત્યાખ્યાનપરિજ્ઞા એમ બે પ્રકારની પરિક્ષા કરવી. (અર્થાત્ સંગોને જાણવા અને પછી તેનો ત્યાગ કરવો.)
(૩૧) પ્રાયશ્ચિત્તકરણઃ પ્રાયશ્ચિત્ત કરવું. (૩૨) આરાધના મરણકાલે આરાધના કરવી.