________________
બત્રીસ યોગસંગ્રહો
૧૧૨૧
આ શ્લોકનો ભાવાર્થ ચોવીસમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યો છે. તેમાં માંડલીના પાંચ દોષો એટલે પાંચ પ્રકારના ગ્રાસૈષણાના દોષો. (૬૩૨)
આ શ્લોકનો ભાવાર્થ પચીસમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યો છે. (૬૩૩)
આ શ્લોકનો ભાવાર્થ છવ્વીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૩૪)
આ શ્લોકનો ભાવાર્થ અઠ્ઠાવીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યો છે. (૬૩૫)
ગુરુ પચીસ પ્રકારનું પડિલેહણ બરાબર કરે છે. તેનું સ્વરૂપ સત્તાવીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ છ કાયની વિરાધનાને ત્યજે છે. છ કાયોનું સ્વરૂપ ત્રીજી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. ગુરુ પાંચ પ્રકારના વેદિકાદોષોરહિત વિશુદ્ધ વંદન કરે છે. પાંચ પ્રકારના વેદિકાદોષોનું સ્વરૂપ સત્તાવીસમી છત્રીસીની વૃત્તિમાં કહ્યું છે. આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. (૬૩૬)
ગુરુ બત્રીસ પ્રકારના યોગસંગ્રહોરૂપી ગુણોથી યુક્ત હોય છે. બત્રીસ પ્રકારના યોગસંગ્રહોનું સ્વરૂપ શ્રમણપ્રતિક્રમણસૂત્રમાં અને આવશ્યકસૂત્રનિયુક્તિની વૃત્તિમાં આ પ્રમાણે સમજાવ્યું છે –
‘બત્રીસ યોગસંગ્રહોની (અશ્રદ્ધા વગેરેને કારણે) જે અતિચાર...વગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. અહીં (જેના કારણે આત્મા સદ્ગતિમાં કે દુર્ગતિમાં) જોડાય છે તે યોગ, અર્થાત્ મનવચન-કાયાના વ્યાપારો. અહીં અશુભ યોગોના પ્રતિક્રમણનો અધિકાર ચાલતો હોવાથી પ્રશસ્ત એવા વ્યાપારો જ ગ્રહણ કરવાના છે. શિષ્ય અને આચાર્યમાં રહેલા તે પ્રશસ્ત યોગોનો આલોચના, નિરપલાપ વગેરે (આગળ કહેવાતા) પ્રકારોવડે જે સંગ્રહ તે યોગસંગ્રહ. (આશય એ છે કે પ્રશસ્ત એવા મોક્ષસાધક યોગોનો સંગ્રહ કરવા શિષ્ય આચાર્ય પાસે આલોચના કરવી જોઈએ. આલોચના કરવાથી શિષ્યમાં પ્રશસ્તયોગોનો સંગ્રહ થાય છે. આલોચના કર્યા બાદ આચાર્યે પણ બીજાને આલોચનાની વાતો ન કરવી. આ રીતે આચાર્યનો નિરપલાપ થતાં આચાર્યમાં પ્રશસ્ત યોગોનો સંગ્રહ થાય છે.) પ્રશસ્તયોગસંગ્રહનું કારણ હોવાથી આલોચના વગેરે જ યોગસંગ્રહ તરીકે કહેવાય છે અને તે આલોચના વગે૨ેરૂપ યોગસંગ્રહ બત્રીસ છે. તેને જણાવવા માટે નિર્યુક્તિકાર કહે છે.
(૧) આલોચનાઃ મોક્ષસાધકપ્રશસ્તયોગનો સંગ્રહ કરવા માટે શિષ્યે આચાર્ય પાસે સમ્યગ્ રીતે આલોચના (=સ્વદોષોનું કથન) કરવી જોઈએ.
(૨) નિરપલાપ : આચાર્યે પણ મોક્ષસાધક પ્રશસ્તયોગનો સંગ્રહ કરવા માટે જ કરાયેલ આલોચનાને વિષે (=આલોચના કર્યા બાદ) અપલાપ વિનાના થવું જોઈએ એટલે કે બીજાને કહેવું જોઈએ નહીં. મૂળમાં ‘નિરવાપે' શબ્દમાં અંતમાં જે ‘પ્’ કાર છે તે પ્રાકૃતમાં