________________
૧૧૧૮
ચૌદ ભૂતગ્રામો ગુરુ બાવીસ પરીષહોને સહન કરે છે. તેમનું સ્વરૂપ છવ્વીસમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યું છે. ગુરુ ચૌદ ભૂતગ્રામો એટલે જીવોના સમૂહોનું રક્ષણ કરવામાં તત્પર હોય છે. ચૌદ ભૂતગ્રામોનું સ્વરૂપ શ્રમણપ્રતિક્રમણ સૂત્રમાં અને આવશ્યક સૂત્રનિર્યુક્તિની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે -
“ચૌદ ભૂતગ્રામોને કારણે...હું પ્રતિક્રમણ કરું છું વગેરે ક્રિયા પૂર્વની જેમ જાણવી. તેમાં ભૂત એટલે જીવો. તેઓનો સમૂહ તે ભૂતગ્રામ. તે ચૌદ ભૂતગ્રામો આ પ્રમાણે છે –
પૃથ્વી વગેરે એકેન્દ્રિયના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદો. પંચેન્દ્રિયના સંજ્ઞી અને અસંશી એમ બે ભેદો (કુલ ચાર ભેદ.) તથા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય આ ત્રણ ભેદોની સાથે પૂર્વના ચાર ભેદો મળીને સાત ભેદો થાય. આ સાત ભેદોના પર્યાપ્ત અને અપર્યાપ્તક ભેદ પડતા ચૌદ ભૂતગ્રામો થાય છે. સ્થાપના આ પ્રમાણે જાણવી. (૧) એકેન્દ્રિય સૂ. અપર્યાપ્તક, (૨) એ.સૂ. પર્યાપ્તક, (૩) એ. બાદર અપર્યાપ્ત, (૪) એ. બાદર પર્યા, (૫) બેઇન્દ્રિય અપર્યાપક, (૬) બેઇ.પર્યા. (૭) તેઇ. અપર્યા., (૮) તેઈ. પર્યા. (૯) ૨૩. અપર્યા, (૧૦) ચી. પર્યા., (૧૧) પંચે. અસંજ્ઞી અપર્યા, (૧૨) પંચે. અસંજ્ઞી પર્યા, (૧૩) પંચે. સં. અપ., (૧૪) પંચે. સં. પર્યાપ્તક.
આ પ્રમાણે ચૌદ પ્રકારનો જીવોનો સમૂહ જણાવ્યો. હવે ગુણસ્થાનને આશ્રયીને ચૌદ પ્રકારને જણાવતા સંગ્રહણિકાર કહે છે.
મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્રદષ્ટિ, અવિરતસમ્યગ્દષ્ટિ, વિરતાવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, નિવૃત્તિ બાદર, અનિવૃત્તિબાદર, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ, ક્ષણમોહ, સયોગી અને અયોગી.
કોઈક ભૂતગ્રામ = જીવ મિથ્યાદષ્ટિ હોય, અને કોઈક સાસ્વાદન હોય. અહીં જે જીવ તત્ત્વો ઉપરની શ્રદ્ધાના રસના આસ્વાદ સાથે વર્તતો હોય અર્થાત્ જે જીવમાં તેવા પ્રકારનો આસ્વાદ હોય તે જીવ સાસ્વાદન કહેવાય છે. વાગતા એવા ઘંટના લોલકન્યાયે પ્રાય: પરિત્યક્તસમ્યકત્વવાળો આ જીવ હોય છે, અર્થાત ઘંટ વાગ્યા પછી જેમ તેનો અવાજ થોડીવાર સુધી ચાલ્યા કરે છે, તેમ સમ્યકત્વનો ત્યાગ કર્યા પછી મિથ્યાત્વ પામતા પહેલાં સમ્યકત્વનો કંઈક સ્વાદ આ જીવને રહે છે. સમ્યત્વને વમ્યા પછી ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી આ સાસ્વાદનસમ્યકત્વ રહે છે. કહ્યું છે – ““ઉપશમસમ્યકત્વથી પડ્યા બાદ મિથ્યાત્વને નહીં પામેલા જીવને વચમાં છ આવલિકા સુધી સાસ્વાદનસમ્યકત્વ હોય છે.” તથા કોઈક જીવ સમ્યગૃમિથ્યાદષ્ટિ એટલે કે મિશ્રદષ્ટિ હોય છે, અર્થાત્ સમ્યકત્વને સ્વીકારતો હોય ત્યારે (સમ્યગૃમિથ્યાત્વ=મિશ્રમોહનીયના ઉદયથી મિશ્રદૃષ્ટિવાળા આ જીવને) પ્રાયઃ કરીને તત્ત્વો ઉપરની રૂચિ જાગી હોય છે. તથા કોઈક જીવ અવિરતસમ્યગુષ્ટિ એટલે કે દેશવિરતિરહિતનો સમ્યગ્દષ્ટિ હોય છે. શ્રાવકોનો સમૂહ વિરતાવિરત જાણવો. પ્રમત્ત એવા સાધુઓનો સમૂહ