________________
છ વ્રતો
૧૧૧૭ સર્વ જૂઠ એટલે વિદ્યમાનનો નિષેધ કરવો, અવિદ્યમાનની સ્થાપના કરવી, એક વસ્તુને બીજારૂપે કહેવી અને નિંદા કરવી તે અથવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જૂઠ. દ્રવ્યથી જૂઠ એટલે ધર્માસ્તિકાય વગેરે બધા દ્રવ્યો સંબંધી જૂઠ, ક્ષેત્રથી જૂઠ એટલે લોક અને અલોક સંબંધી જૂઠ, કાળથી જૂઠ એટલે ત્રણે કાળ સંબંધી કે દિવસ-રાત સંબંધી જૂઠ, ભાવથી જૂઠ એટલે કષાયનોકષાયને લીધે જૂઠ બોલવું. જૂઠ એટલે અસત્ય બોલવું. વિરમણ એટલે તેનાથી અટકવું. (૨) | સર્વ ચોરી એટલે કરણ, કરાવણ, અનુમોદનરૂપ ચોરી અથવા દ્રવ્યથી ક્ષેત્રથી, કાળથી, ભાવથી ચોરી. દ્રવ્યથી ચોરી એટલે સચિત્ત કે અચિત્ત દ્રવ્યની ચોરી. ક્ષેત્રથી ચોરી એટલે ગામ, નગર, જંગલ વગેરેમાં થતી ચોરી, કાળથી ચોરી એટલે ત્રણ કાળમાં થતી ચોરી કે દિવસ-રાતમાં થતી ચોરી, ભાવથી ચોરી એટલે રાગ, દ્વેષ, મોહથી થતી ચોરી. ચોરી એટલે માલિકે નહીં આપેલું લેવું તે. તેનાથી અટકવું. (૩) | સર્વ મૈથુન એટલે કરણ, કરાવણ, અનુમોદન રૂપ મૈથુન. અથવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી મૈથુન. દ્રવ્યથી મૈથુન એટલે વસંબંધી અને મનુષ્યસંબંધી મૈથુન, અથવા નિર્જીવ-સજીવ સંબંધી મૈથુન, અથવા આભૂષણ વગેરેના શણગારવાળા અને શણગાર વિનાના ચિત્રો સંબંધી મૈથુન. ક્ષેત્રથી મૈથુન એટલે ત્રણ લોકમાં થતું મૈથુન. કાળથી મૈથુન એટલે ત્રણ કાળમાં કે દિવસ-રાતમાં થતું મૈથુન. ભાવથી મૈથુન એટલે રાગ-દ્વેષથી થતું મૈથુન. મિથુન એટલે સ્ત્રી-પુરુષનું જોડકું. તેનું કર્મ તે મૈથુન. તેનાથી અટકવું. (૪) | સર્વ પરિગ્રહ એટલે કરણ, કરાવણ, અનુમોદન રૂપ પરિગ્રહ, અથવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી પરિગ્રહ. દ્રવ્યથી પરિગ્રહ એટલે બધા દ્રવ્યોનો પરિગ્રહ, ક્ષેત્રથી પરિગ્રહ એટલે લોકમાં થતો પરિગ્રહ, કાળથી પરિગ્રહ એટલે ત્રણ કાળમાં કે દિવસ-રાતમાં થતો પરિગ્રહ, ભાવથી પરિગ્રહ એટલે રાગદ્વેષથી થતો પરિગ્રહ. પરિગ્રહ એટલે લેવું કે ભેગું કરવું. તેનાથી અટકવું. (૫) | સર્વ રાત્રિભોજન એટલે કરણ, કરાવણ, અનુમોદન રૂપ રાત્રિભોજન, અથવા (૧) દિવસે વહોરેલું દિવસે વાપરવું, (૨) દિવસે વહોરેલું રાત્રે વાપરવું, (૩) રાત્રે વહોરેલું દિવસે વાપરવું, (૪) રાત્રે વહોરેલું રાત્રે વાપરવું એમ ચાર ભાંગા રૂપ રાત્રિભોજન, અથવા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી રાત્રિભોજન. દ્રવ્યથી રાત્રિભોજન એટલે ચાર પ્રકારના આહાર સંબંધી રાત્રિભોજન. ક્ષેત્રથી રાત્રિભોજન એટલે મનુષ્યક્ષેત્રમાં થતું રાત્રિભોજન. કાળથી રાત્રિભોજન એટલે દિવસ-રાતમાં થતું રાત્રિભોજન. ભાવથી રાત્રિભોજન એટલે રાગ-દ્વેષથી થતું રાત્રિભોજન. રાત્રિભોજન એટલે રાતે વાપરવું. તેનાથી અટકવું.”
આમ ગુરુના છત્રીસ ગુણો થાય છે. (૯૦૭)