________________
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ
૧૧૧૩
પ્રમાણે છે. (૧) સૂત્ર ન જાણે અર્થ જાણે. (૨) સૂત્ર ન જાણે અર્થ ન જાણે, (૩) સૂત્ર જાણે અર્થ જાણે, (૪) સૂત્ર જાણે અર્થ ન જાણે. ‘તદુભય’ પદ વડે ત્રીજો ભાંગો ગ્રહણ કરવાનું કહેવાયું છે. (૨૬) ઉદાહરણ એટલે દૃષ્ટાંત. (૨૭) હેતુ = અન્વય-વ્યતિરેકી. (૨૮) કારણ = દૃષ્ટાંતાદિથી રહિત ઉ૫પત્તિ માત્ર. જેમ કે, અનાબાધ જ્ઞાનના પ્રકર્ષથી સિદ્ધો અનુપમ સુખવાળા છે. અહીં દૃષ્ટાંત નથી. કારણ કે સિદ્ધો સિવાય અન્ય ઠેકાણે નિરૂપમ સુખ છે જ નહિ.
‘અન્વય-વ્યતિરેક લક્ષણ સાધ્ય વસ્તુનો પર્યાય તે હેતુ અને ઉદાહરણ એટલે દૃષ્ટાન્ત તથા ઉપપત્તિ માત્ર હોય તે કારણ (૧)’ (વિશેષા૦ ભા૦ ૧૦૭૭ ગાથા)
‘‘શબ્દ કૃતક હોવાથી અનિત્ય છે.” અહિં અનિત્યપણું સાધ્ય છે, તેના આધારભૂત વસ્તુ શબ્દ તે પક્ષ છે અને કૃતકપણું હેતુ છે, તેમાં કૃતકપણું એ વસ્તુનો પર્યાય છે, જો તે અન્યનો પર્યાય હોય તો વૈયધિકરણાદિ દોષયુક્ત થવાથી સાધ્યને સાધી શકે નહિ. (ગુણ સહભાવી હોય અને પર્યાય ક્રમભાવી હોય.)
(૨૯) નયો : નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ-એવંભૂત નામના સાત નયો છે. તેમાં નિપુણ. જે આવા પ્રકારના ન હોય તે ખરેખર વચન-માત્રથી બોધ કરવા માટે સમર્થ નથી. (૩૦) આથી જ ગ્રાહણાકુશલ = બીજાને વિશ્વાસ ઉપજાવવામાં સમર્થ, (૩૧) સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રને જાણનાર. (૩૨) ગંભીર = અતુચ્છ. (૩૩) દીપ્તિમાન : પ્રતાપી. (૩૪) શિવ = વિશિષ્ટ તપાદિ લબ્ધિ વડે ક્ષેમ કરનાર. (૩૫) સૌમ્ય - ક્રોધ રહિત. (૩૬) ‘ગુણ’થી મૂલગુણો લેવા અને ‘શતાનિ’થી સો નહિ પણ સેંકડો એમ સમજવું અને તેઓ વડે યુક્ત સિદ્ધાંતના અર્થને કહેવા માટે સમર્થ છે. આ પ્રમાણે ચાર ગાથાનો અર્થ થયો. આવા ગુણોથી યુક્ત અને આવા પ્રકારના ગુણના સમૂહથી યુક્ત આચાર્ય દર્શન પ્રભાવક થાય છે. (૩૪, ૩૫, ૩૬, ૩૭) (૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧)’
(સટીક સમ્યક્ત્વપ્રકરણના મુનિશ્રી પુણ્યકીર્તિવિજયજી મ. સંપાદિત ભાવાનુવાદમાંથી સાભાર)
સંબોધપ્રકરણમાં ગુરુના ગુણોની ૪૮ છત્રીસીઓ બતાવી છે. તે આ પ્રમાણે – આ ગાથાઓનું સંક્ષેપમાં વિવરણ આ પ્રમાણે જાણવું –
ગુરુ પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણોવાળા હોય છે. તે ચૌદ ગુણો સત્તરમી છત્રીસીની વૃત્તિમાં બતાવ્યા છે. ગુરુ ક્ષમા વગેરે દશ પ્રકારના યતિધર્મનું પાલન કરે છે. દશ પ્રકારના યતિધર્મનું સ્વરૂપ બારમી છત્રીસીની વૃત્તિમાં વર્ણવ્યું છે. ગુરુ અનિત્યપણું વગેરે બાર ભાવનાઓને ભાવે છે. બાર ભાવનાઓ સોળમી છત્રીસીની વૃત્તિમાં સમજાવી છે. આમ સૂરિના એટલે કે ગુરુના છત્રીસ ગુણો થાય છે. (૫૯૬)