________________
૧૧૧૨
અન્ય ગ્રન્થોમાં બતાવેલ ગુરુગુણછત્રીસીઓ તથા
ગાથાર્થઃ પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત આ પ્રમાણે છત્રીસ ગુણવાળા ગુરુ હોય છે. (૩૩) (૧૪૭)
ભાવાર્થ સ્પષ્ટ છે. પરંતુ પાંચ મહાવ્રતાદિ અઢારનું સ્વયં કરવું અને અન્ય પાસે કરાવવારૂપ દ્વિગુણા કરવાથી છત્રીસ ગુણવાળા ગુરુ થાય છે. (૩૩) (૧૪૭)
હવે અનુયોગ પ્રવર્તનને આશ્રયીને ગુરુના ગુણની છત્રીસીને ચાર ગાથા વડે કહે છે -
ગાથાર્થ દેશ ૧ કુલ ૨ જાતિ ૩ રૂપ ૪ અતિશયવાળા, વિશિષ્ટ સંઘયણવાળા ૫, બુદ્ધિથી યુક્ત ૬, આશંસા રહિત ૭ — વિકથા ન કરે ૮, અમાયાવી ૯, સ્થિર પરિપાટીવાળા ૧૦, ગૃહીત વાકય ૧૧, જીતેલી છે સભા જેણે તેવા ૧૨, જીતેલી નિદ્રાવાળા ૧૩, મધ્યસ્થ ૧૪, દેશ ૧૫ કાલ ૧૬ અને ભાવને ૧૭ જાણનાર, આસન્ન મેળવેલી પ્રતિભાવાળા ૧૮, વિવિધ દેશની ભાષાને જાણનાર ૧૯, પાંચ પ્રકારના આચારથી યુક્ત ર૪, સૂત્ર અર્થ અને બંનેને જાણનાર ૨૫, ઉદાહરણ ૨૬ - હેતુ ૨૭ – કારણ ૨૮ - નય ૨૯ માં નિપુણ, ગ્રાહણાકુશલ ૩૦, સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રને જાણનાર ૩૧, ગંભીર ૩૨, દીપ્તિમાન ૩૩, કલ્યાણ કરનાર ૩૪, સૌમ્ય ૩૫, મૂલગુણાદિ સેંકડો ગુણોથી યુક્ત ૩૬, સિદ્ધાંતના અર્થને કહેવા માટે યોગ્ય છે. આ પ્રમાણે ચાર ગાથાનો અર્થ છે. (૩૪-૩૫-૩૬-૩૭) (૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧)
ટીકાર્થઃ દેશ-કુલ-જાતિ-રૂપ અતિશયો વિદ્યમાન છે જેને તે ત્યાં (૧) દેશ એટલે મધ્યદેશ તે જન્મભૂમિ. (૨) કુલ = પિતા સંબંધી કુલ ઇક્વાકુ વિ. (૩) જાતિ = માતાથી ઉત્પન્ન થયેલી. (૪) રૂપ = અંગ-ઉપાંગની સંપૂર્ણતા. (૫) સંહનની = વિશિષ્ટ સંઘયણવાળા. તે જ ખરેખર વાચનાદિમાં થાકતા નથી. (૬) ધૃતિથી યુક્ત (૭) અનાશસી = સાંભળનાર પાસેથી વસ્ત્રાદિની અપેક્ષા રહિત. (૮) અવિકલ્થન = બહુ બોલનાર ન હોય અથવા આત્માની (પોતાની) પ્રશંસા કરનાર ન હોય. (૯) અમાયી = માયા રહિત. (૧૦) સ્થિર = નિશ્ચલ છે સૂત્રાર્થની વાચના જેને તે (૧૧) ગ્રહણ કરાયેલ છે વાક્ય જેના વડે તે. તેવા પ્રકારની અવધારણાવાળા અથવા ગ્રહણ કરાયેલું છે વાક્ય જેનું તે આદેય વચનવાળા. (૧૨) જીતેલી સભાવાળા. (૧૩) જીતેલી નિદ્રાવાળા (૧૪) મધ્યસ્થ = શિષ્યોને વિષે સમાન ચિત્તવાળા. (૧૫-૧૭) દેશ - સાધુથી ભાવિત હોય, કાલ-કાળ હોય ભાવ – ક્ષાયોપશમિકાદિ તેને જાણે છે તે દેશ-કાલાદિને જાણનાર તે ખરેખર ઉચિતપણે વિચારીને ધર્મકથાને કરે છે. (૧૮) પ્રશ્ન પૂછાયા પછી તરત જ ઉત્તર આપવામાં બુદ્ધિ જેના વડે પ્રાપ્ત કરાઈ છે. (૧૯) વિવિધદેશની ભાષાને જાણનાર (૩૪, ૩૫), (૧૪૮, ૧૪૯) (૨૦-૨૪) જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારમાં ઉપયુક્ત. (૨૫) સૂત્ર, અર્થ અને તદુભય (સૂત્ર-અર્થ)ની વિધિના જાણનાર. અહિ ‘તદુભય પદથી એટલે કે સૂત્ર – અર્થ બન્ને વિધિના જાણનાર એક પદથી સૂત્રવિવિધજ્ઞ અને અર્થવિધિજ્ઞ આવી જતા હોવા છતાં “સૂત્રાર્થ પદનું જુદુ ગ્રહણ જે કર્યું છે તે ચતુર્ભગી માટે છે. તે ચતુર્ભગી આ