SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૦ બત્રીસ પ્રકારની ગણિસંપત્તિ કહ્યું છે કે, “વિદ્વાનો યૌવન વયમાં પણ મનમાં વૃદ્ધત્વ ભાવવાળા થાય છે. જ્યારે બીજા મૂર્ખઓ વૃદ્ધાવસ્થામાં પણ ચંચલ વૃત્તિવાળા હોય છે.' ૨. શ્રુતસંપદા: ૨. શ્રુતસંપદા ચાર પ્રકારે છે. ૧. યુગપ્રધાનાગમ - તે-તે યુગમાં જે ઉત્કૃષ્ટ આગમ હોય, તેના જાણકાર. ૨. પરિચિતસૂત્ર એટલે શાસ્ત્રોની ક્રમ અને ઉત્ક્રમ વાચના દ્વારા સિદ્ધાંતને સ્થિર કરેલ હોય છે. ૩. ઉત્સર્ગી એટલે ઉત્સર્ગ, અપવાદ અથવા સ્વસમય-પરસમય (સિદ્ધાંત) વગેરેના જાણકાર. ૪. સૂત્રોચ્ચારમાં ઉદાત્ત-અનુદાત્ત ઘોષ વગેરે સ્વર વિશુદ્ધિને કરાવનાર. ૧. અન્ય ગ્રંથોમાં બહુશ્રુતતા, ૨. પરિચિતસૂત્રતા, ૩. વિચિત્રસૂત્રતા, ૪. ઘોષવિશુદ્ધિકરણતા કહી છે. એનો અર્થ પણ ઉપર પ્રમાણે છે. (૫૪૨-૫૪૩) ગાથાર્થ - શરીરસંપદા:- ૧. ચતુરસ્ત્ર, ૨. અંકુરાદિ, ૩. બહેરાશથી રહિત, ૪. તપમાં સમર્થ. વચનસંપદા :- ૧. વાદી ૨. મધુરતા ૩. અનિશ્રિતવચન, ૪. ફુટવચન. (૫૪૪) ટીકાર્ય - ૩. શરીરસંપદાઃ શરીરસંપદા ચાર પ્રકારે છે. ૧. ચતુરસ્ત્ર સંસ્થાનવાળા એટલે સર્વ અંગોપાંગ ખામી વગરના હોવા તે. તથા લક્ષણવંત શરીરવાળા. ૨. અંકુરાદિ એટલે સંપૂર્ણ હાથ-પગ વગેરે અવયવવાળા. ૩. બહેરાશ વગેરે દોષ રહિત અર્થાત્ સંપૂર્ણ ઇન્દ્રિયવાળા. ૪. મજબૂત સંઘયણ હોવાથી બાહ્ય-અત્યંતર બંને તપમાં સમર્થ. બીજા ગ્રંથોમાં ૧. આરોહપરિણાહયુક્ત, ૨. અનવત્રાપ્યતા - જેમનામાં ધર્મ પાલન કરવામાં લજ્જા ન હોય, અથવા સંપૂર્ણ સર્વાગ પૂર્ણ શરીર હોવાથી અલજ્જાકર શરીરવાળા તે અનવત્રાપ્ય. ૩. પરિપૂર્ણ ઇન્દ્રિયતા ૪. સ્થિરસંહનનતા કહી છે. આનો અર્થ ઉપર પ્રમાણે છે. ૪. વચનસંપદા: ૪. વચનસંપદા ચાર પ્રકારે છે :
SR No.022277
Book TitleGurugun Shattrinshtshatrinshika Kulak Part 03
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages402
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy