________________
તેત્રીસ પ્રકારની આશાતનાઓ
૧૦૪૫ ૧૭. અશનાદિ ચાર પ્રકારની ગોચરી લાવી આચાર્ય મહારાજને પૂછયા વગર જેમ જેને ઠીક લાગે તેમ તેને ઘણું આપી દે તો આશાતના લાગે છે. સૈદ્ધાંતિકોએ “ખદ્ધ” શબ્દનો અર્થ “ઘણો” કર્યો છે.
પ્રશ્ન :- સંગ્રહગાથામાં “પદ્ધ” શબ્દ જુદો ગ્રહણ કર્યો નથી. તો પછી શા માટે જુદા દોષની વ્યાખ્યા કરો છો ?
ઉત્તર :- જો કે અહિ આગળ સંગ્રહગાથામાં “પદ્ધ” શબ્દ જુદો ગ્રહણ કર્યો નથી. છતાં પણ આગળ અઢારમા દોષના પદમાં જે શબ્દ છે, તે જુદો કરી સત્તરમા દોષરૂપે વર્ણવ્યો છે. આમાં સંગ્રહકારનો દોષ નથી કેમકે સૂત્રની રચના વિચિત્ર પ્રકારની હોય છે. આથી સૂત્રકારે જ આ ગાથામાં ખુલાસો કર્યો એટલે જુદો અર્થ થાય છે. (૧૩૮)
ગાથાર્થ - “ખદ્વાઇયણ” પદમાં “ખદ્ધ” શબ્દ બહુ અર્થમાં છે. અયણ એટલે અશન સમજવું અને આદિ શબ્દથી “ડાય” શબ્દ એટલે મસાલાવાળા વૃતાક, ચીભડા, ચણા વગેરે અને “પત્ર” શબ્દથી શાકભાજી વગેરે સમજવું.
સારા વર્ણ-ગંધ યુક્ત, પાકેલા, રસદાર, મનોહર દાડમ, કેરી વગેરે ફળ કોઈપણ પ્રકારે અચિત્ત કરી આકર્ષિત થઈને ખાય, અથવા ખરાબ હોય તો શ્વેષપૂર્વક ખાય, ઘી વગેરેથી લચપચતું અથવા લખું પણ ઘણું ઘણું ખાય. દિવસે ગુરુ બોલાવે તો ન સાંભળ્યા જેવું કરી જવાબ ન આપે. (૧૩૯-૧૪૧)
ટીકાર્ય - ૧૮. “ખદ્ધાયયણ” એટલે ઘણું ભોજન કરવું એવો અર્થ થાય છે. તે દશાશ્રુતસ્કંધસૂત્રની અપેક્ષાએ જાણવું. “ખદ્ધાયણ” પદમાં “ખદ્ધ” શબ્દનો “બહુ અર્થ થાય છે અને “અયણ” શબ્દનો “અશન” અર્થ થાય. “બહુ વગેરે” એટલે વડા આદિ આહારનું ખાવું. આદિ શબ્દથી ડાક વગેરે. ડાક એટલે સારા સંસ્કારિત કરેલ વૃતાક, ચીભડા, ચણા વગેરે તથા શાકભાજી કહેવાય. તે પોતે જ લઈ લઈને ખાય.
સારા વર્ણ-ગંધ યુક્ત, પાકેલા, રસદાર દાડમ, કેરી વગેરે ફળાદિને કોઈ પણ પ્રકારે અચિત્ત કરીને ખાય. મનોજ્ઞ ભોજન અથવા સ્નિગ્ધ કે રૂક્ષ ભોજન જે હોય, તે ઘણું ઘણું ખાય. ઘી વગેરેથી લચપચતો આહાર ખાય, ચિકાશ વગરનો લુખ્ખો આહાર પણ ઉપર કહ્યા પ્રમાણે ખાય, તો આશાતના થાય.
બીજી જગ્યાએ આ પ્રમાણે વ્યાખ્યા કરી છે. શિષ્ય ગોચરી લાવી આચાર્યને થોડુંક આપીને પોતે ઘી-તેલવાળા, મીઠા સુંદર વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળા આહાર, શાક વગેરે