________________
તેત્રીસ પ્રકારની આશાતનાઓ
૪-૬. એ પ્રમાણે ગુરુની આગળ, પડખે અને પાછળ ઊભા રહેવાથી શિષ્યને બીજી
ત્રણ આશાતના થાય.
૭–૯. એ પ્રમાણે ગુરુની આગળ, પડખે અને પાછળ બેસવાથી ત્રીજી ત્રણ આશાતના
૧૦૪૪
થાય.
કારણે બેસવાથી, ઊભા રહેવાથી, ચાલવાથી દોષ ન લાગે.
૧૦. આચાર્યની સાથે સ્થંડિલભૂમિએ ગયેલ શિષ્ય, આચાર્યની પહેલા આચમન કરે (પગ સાફ કરે) તો આશાતના લાગે. (૧૩૨-૧૩૩)
ગાથાર્થ - ટીકાર્થ - ૧૧. શૃંડિલભૂમિ વગેરે બહારથી આવેલ ગુરુની પહેલા જ શિષ્ય ગમનાગમન વિષયક આલોચનારૂપ ઇરિયાવહી કરે અને ગુરુ પછી કરે તો શિષ્યને આશાતના લાગે.
૧૨. રાતના સમયે રત્નાધિક પૂછે કે ‘“કોણ સૂતુ છે ? કોણ જાગે છે ?’’ ત્યારે જાગતો હોવા છતાં જાણે સાંભળતો ન હોય - એમ રહે તો શિષ્યને આશાતના લાગે. (૧૩૪)
ગાથાર્થ - ટીકાર્થ - ૧૩. ગુરુ વગેરે જેની સાથે વાત કરવાના હોય, તેની સાથે ગુરુરત્નાધિક વગેરેની પહેલા જ શિષ્ય પોતે જ વાત કરવા માંડે તો આશાતના થાય. (૧૩૫)
ગાથાર્થ - ટીકાર્થ - ૧૪. અશન-પાન-ખાદિમ-સ્વાદિમરૂપ ભિક્ષા લાવીને પહેલા બીજા કોઈ પણ શિષ્ય વગેરેની આગળ આલોચે પછી ગુરુ આગળ આલોચે, તો શિષ્યને આશાતના લાગે.
૧૫. અશનાદિ ચાર પ્રકારની ભિક્ષા લાવી પહેલા બીજા કોઈને બતાવે પછી ગુરુને બતાવે તો શિષ્યને આશાતના લાગે...(૧૩૬)
ગાથાર્થ - એ પ્રમાણે ભિક્ષા લાવી ગુરુ વગેરે રત્નાધિકની સાથે નિમંત્રણમાં પણ સમજવું. અશનાદિ આહાર પૂછ્યા વગર નવા સાધુઓને ઘણો ઘણો આપે. (૧૩૭)
સંગ્રહગાથામાં ‘‘ખદ્ધા” શબ્દ જુદો લીધો નથી છતાં ‘‘ખદ્ધાયયણ’” પદમાં શબ્દ જુદો
કરવો.
ટીકાર્થ - ૧૬. અશનાદિ ચાર પ્રકારની ભિક્ષા લાવીને પૂજ્ય (ગુરુ)ને પૂછ્યા વગર પહેલા (શિષ્યને) નાનાઓને આમંત્રણ આપે પછી આચાર્ય વગેરે રત્નાધિકને, તો
આશાતના થાય.