________________
૯૯૨
પાંચ પ્રકારનું જ્ઞાન તે જ્ઞાન ક્યાંક, ક્યારેક, કોઈક રીતે થાય છે – એમ અનેક પ્રકારે છે. કહ્યું છે, “મેલવાળા મણિનો પ્રકાશ જેમ અનેક રીતે થાય છે તેમ કર્મવાળા આત્માનું જ્ઞાન અનેક રીતે થાય છે તે અનેક પ્રકારો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે ભેદો વડે સમજવા. મરકતમણિ વગેરેનો બધો મેલ દૂર થવા પર બધા અસ્પષ્ટ એવા દેશથી થનારા પ્રકાશનો નાશ થાય છે અને સ્પષ્ટ એવો સંપૂર્ણ એક પ્રકાશ પ્રગટ થાય છે. તેમ જ્ઞાન-દર્શન-ચારિત્રના પ્રભાવથી બધા આવરણકર્મોનો નાશ થવાથી આત્માને પણ બધા જ્ઞાનોનો નાશ થવાથી એકરૂપ, અતિસ્પષ્ટ, બધી વસ્તુના બધા પર્યાયોનો સાક્ષાત્કાર કરનારું કેવળજ્ઞાન થાય છે. કહ્યું છે, જેમ શ્રેષ્ઠ રત્નના બધા મેલનો નાશ થવાથી સ્પષ્ટ એકરૂપ પ્રકાશ થાય છે તેમ બધા કર્મોનો નાશ થવાથી આત્માને સ્પષ્ટ એકરૂપ જ્ઞાન થાય છે. તેથી કેવળજ્ઞાન મતિજ્ઞાન વગેરેની અપેક્ષા વિનાનું હોય છે. અથવા કેવળ એટલે શુદ્ધ, કેમકે તેના આવરણરૂપ મેલનો કલંક સંપૂર્ણ રીતે દૂર થયો છે. અથવા કેવળ એટલે સકળ, કેમકે પહેલાથી જ તેના બધા આવરણ દૂર થવાથી તે સંપૂર્ણ રીતે ઉત્પન્ન થાય છે. અથવા કેવળ એટલે અસાધારણ, કેમકે એની સમાન બીજું કોઈ જ્ઞાન નથી. અથવા કેવળ એટલે અનંત, કેમકે શેય (જાણવા યોગ્ય વસ્તુઓ) અનંત છે. કેવળ એવું જ્ઞાન તે કેવળજ્ઞાન. (૫)
ગુરુ આ પાંચ જ્ઞાનોનું સ્વરૂપ સારી રીતે સમજાવે છે. આ પ્રમાણે છત્રીસ ગુણોના સમૂહથી યુક્ત ગુરુ જગતના અજ્ઞાનને હણો. (૩૩)
આમ બત્રીસમી છત્રીસી સમાપ્ત થઈ.
जो रागाईण वसे, वसम्मि सो सयलदुक्खलक्खाणं । जस्स वसे रागाई, तस्स वसे सयलसुक्खाई ॥
જે રાગ વગેરેના વશમાં છે તે બધા લાખો દુઃખોના વશમાં છે. જેના વશમાં રાગ વગેરે છે તેના વશમાં બધા સુખો છે. जह सुकुसलो वि विज्जो, अन्नस्स कहेइ अप्पणो वाहि। एवं जाणंतस्स वि, सल्लुद्धरणं गुरुसगासे ॥
જેમ ખૂબ કુશળ એવો વૈદ્ય પણ પોતાનો રોગ બીજાને કહે છે એમ પ્રાયશ્ચિત્તને જાણનારાએ પણ ગુરુ પાસે શલ્યોદ્ધાર કરવો જોઈએ.