________________
સાત પ્રકારના શોધિગુણો
૯૬૭ ૭. વિનય - સમ્યગુ આલોચના આપવાથી શ્રીતીર્થકરોની આજ્ઞાનું પાલન (આજ્ઞાનો વિનય) થાય છે, ગુરુઓનો વિનય થાય છે અને જ્ઞાનાદિ (સફળ થવાથી તે) ગુણોનો (પણ) વિનય થાય છે. (૫૦૧૧) કહ્યું છે કે-“વિનય એ શાસનનું મૂળ છે, માટે (સંયત) વિનીત હોય. વિનયરહિતને ધર્મ ક્યાંથી અને તપ પણ ક્યાંથી? (૨૦૧૨)” કારણ કહ્યું છે) કે ચાતુરંત સંસારથી મુક્તિ માટે આઠ પ્રકારના કર્મને (વિનયતિ) દૂર કરે છે, તેથી સંસારમુક્ત શ્રીઅરિહંતો તેને વિનય કહે છે. (૨૦૧૩)
૮. નિઃશલ્યતા - આલોચના આપીને જ (જઈસત્યો =) સાધુઓ નિયમા શલ્યરહિત થાય, અન્યથા ન જ થાય, તે કારણે તેનો (આલોચનાનો) ગુણ નિઃશલ્યતા છે. (૨૦૧૪) શલ્યવાળો નિચ્ચે શુદ્ધ થતો નથી, કારણ કે ધૂતરજવાળાના વીતરાગના) શાસનમાં કહ્યું છે કે સર્વ શલ્યોનો ઉદ્ધાર કરનારો જ જીવ ક્લેશોનો નાશ કરીને શુદ્ધ થાય છે. (૫૦૧૫) તેથી ગારવરહિત આત્માઓ નવા નવા જન્મોરૂપ વેલડીના મૂળભૂત મિથ્યાદર્શનશલ્યને, માયાશલ્યને અને નિયાણશલ્યને મૂળમાંથી ઉખેડે છે. (૫૦૧૬) જેમ ભારવાહક (મજુર) ભારને ઉતારીને (અતિ હલકો થાય), તેમ ગુરુ પાસે દુષ્કૃત્યોની) આલોચના અને નિંદા કરીને સર્વ શલ્યોનો નાશ કરનાર સાધુ (કર્મનો ભાર ઉતારીને) અતિ હલકો થાય છે. (૫૦૧૭) (એમ આલોચનાના આઠ ગુણોનું પાંચમું દ્વાર જાણવું.) એ આલોચનાના ગુણો મેં આ પ્રમાણે (સંક્ષેપથી) કહ્યા. હવે તે આલોચના જેવી રીતે આપવી તે રીતને કહું છું. તેમાં આ મર્યાદા છે. (૫૦૧૮)
(સંવેગરંગશાળાના આ. શ્રીભદ્રકરસૂરિજી મ. કૃત ભાવાનુવાદમાંથી સાભાર)
અહીં જો કે સરળતા અને શુદ્ધિ એમ બે ગુણોની વિવક્ષા કરીને શોધિના ગુણો આઠ કહ્યા છે, છતાં પણ ગુરુગુણષઢિંત્રશત્પત્રિશિકાકુલકના એકત્રીસમા શ્લોકમાં શોધિના ગુણો સાત કહ્યા છે, તેથી અમે સરળતા અને શુદ્ધિ એ બન્નેને ભેગા કરીને એક જ ગુણની વિવક્ષા કરી છે. સ્વોપજ્ઞટીકામાં તો સરળતા અને શુદ્ધિના સ્થાને અધ્યાત્મની શુદ્ધિ એમ કહીને શોધિના સાત ગુણો કહ્યા છે. બધે ભાવાર્થ તો એક જ છે.
ગુરુ આ સાત પ્રકારના શોધિના ગુણોને સારી રીતે જાણે છે. આમ છત્રીસ ગુણોથી યુક્ત ગુરુ જીવોને પ્રાયશ્ચિત્ત આપવા વડે વિશુદ્ધ કરો. (૩૧)
આમ ત્રીસમી છત્રીસી સમાપ્ત થઈ.