________________
ત્રીસમી છત્રીસી
હવે ત્રીસમી છત્રીસી કહે છે -
શબ્દાર્થ - ઓગણત્રીસ ભેદવાળા પાપશ્રુતોને દૂરથી વર્જનારા અને સાત પ્રકારના શોધિના ગુણોને જાણનારા - આમ છત્રીસ ગુણોવાળા ગુરુ જય પામો. (૩૧)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - પાપ એટલે અશુભ કર્મો. શ્રુત એટલે શાસ્ત્ર. પાપના કારણરૂપ શ્રુત તે પાપશ્રુત. તે ઓગણત્રીસ પ્રકારનું છે. તે આ પ્રમાણે - ૧-૨૪ આઠ તે નિમિત્તો - દિવ્ય, ઉત્પાત, અંતરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, લક્ષણ અને વ્યંજન, દરેકના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એમ ત્રણ ભેદ, ૨૫ ગંધર્વ, ૨૬ નાટ્ય, ૨૭ વાસ્તુ, ૨૮ વૈદ્યક અને ૨૯ ધનુર્વેદ. શ્રમણપ્રતિક્રમણસૂત્રમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
‘મૂલાર્થ - ઓગણત્રીસ પાપશ્રુતપ્રસંગો વડે.
ટીકાર્થ - ઓગણત્રીસ પાપશ્રુતપ્રસંગો વડે. પાપના કારણભૂત શ્રુતો તે પાપશ્રુતો. તેમના પ્રસંગો એટલે કે તેવા પ્રકારના સેવનો તે પાપશ્રુતપ્રસંગો. તે આ પ્રમાણે નિમિત્તના આઠ અંગો - (૧) દિવ્ય - વ્યંતરોના અટ્ટહાસ વગેરેના વિષયવાળું. (૨) ઉત્પાત-લોહીની વૃષ્ટિ વગેરેના વિષયવાળું. (૩) અંતરિક્ષ - ગ્રહનો ભેદ થવો વગેરેના વિષયવાળું (૪) ભૌમ-ભૂમિનો વિકાર જોવાથી જ ‘આનું આ થશે.’ વગેરેના વિષયવાળું (૫) અંગ-અંગના વિષયવાળું (૬) સ્વર-સ્વરના વિષયવાળું. (૭) વ્યંજન - મસા વગેરેના વિષયવાળું. (૮) લક્ષણ-લાંછન, રેખા વગેરેના વિષયવાળું. આ આઠના દરેકના સૂત્ર, વૃત્તિ અને વાર્દિક ત્રણ પ્રકાર છે. એટલે ૨૪ ભેદ થાય છે તથા ગંધર્વ, નાટ્ય, વાસ્તુ, આયુર્વિદ્યા એટલે ધનુર્વિદ્યા. એમ ઓગણત્રીસ પાપશ્રુતપ્રસંગો થયા.’
આવશ્યકસૂત્રની વૃત્તિમાં પણ કહ્યું છે –
‘ઓગણત્રીસ પાપશ્રુતપ્રસંગો વડે જે અતિચાર લાગ્યા હોય તેનાથી હું પાછો ફરું છું. પાપના કારણભૂત શ્રુતો તે પાપશ્રુતો. તેમના પ્રસંગો એટલે તેવા પ્રકારની આસેવના તે પાપશ્રુતપ્રસંગો. સંગ્રહણિકાર પાપશ્રુતો બતાવતાં કહે છે - નિમિત્તના આઠ અંગો - (૧)